Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભાડલાના કનેસરા ગામે જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકીઃ ૭ શખ્‍સો પકડાયા

ર૭૦ લાખની રોકડ સહિત ર.૯૧ લાખનો મુદામાલ કબ્‍જેઃ પી.આઇ.વિજય ઓડેરાની ટીમનો દરોડો

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે.

રાજકોટ તા. પ : ભાડલા કનેસરા ગામની સીમમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૭ શખ્‍સોને ર.૯૧લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડનાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ કરાવવા  સુચના આપેલ હોય  એલસીબીશાખાના પો.ઇન્‍સ. વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ સ્‍ટાફના પો.કોન્‍સ. પ્રણયભાઇ સાવરીયા, પો.કોન્‍સ. ભોજાભાઇ ત્રમટા, તથા પો.કોન્‍સ. મયુરભાઇ વાસાણીને સંયુકત હકિકત આધરે જસદણ તાલુકાના કનેસરા ગામની સીમમાં જુગાર ચાલતો હોવાની હકિકત મળતા તે જગ્‍યાએ રેઇડ કરી જુગાર રમતા (૧) વાલજી સામતભાઇ નાગડકીયા રહે. કનેસરા તા.જસદણ (ર) ભોળા તળશીભાઇ મેર નાનીલાખાવાડ તા. જસદણ,(૩) રાજેશ અમરશીભાઇ વાઘાણી રહે. પારેવાળા તા. જસદણ, (૪) અશોક પોપટભાઇ બાવળીયા રહે. જસદણ મફતીયાપરા, (પ) અતુલ સુરાભાઇ કુકડીયા રહે .કોઠી રામાપીરના મંદિર પાસે, તા. જસદણ (૬) ભરત દેવરાજભાઇ જળુ રહે.હલેન્‍ડા એસ.બી.આઇ. બેંકની સામે તા.જી.રાજકોટ તથા (૭) શિવરાજસિંહ કાળુભા રાયજાદા રહે. આટકોટ કૈલાશનગર તા.જસદણને રોકડા રૂા.  ર.૭૦ લાખ અને પ મોબાઇલ મળી કુલ ર.૯૧ લાખના મુદામાલ સાથે પકડી પાડી ભાડલા પોલીસના હવાલે કર્યા હતા. 

(11:39 am IST)