Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

શ્રી અરિહંત વંદનાવલી પ્રશ્‍નમંચ સંપન્‍ન

પૂ. ગુરુણીશ્રી હીરાબાઇ મ.સ.ના સાનિધ્‍યમાં

રાજકોટ,તા. ૫ : ગો.સં. શાસન ચંદ્રિકા બા.બ્ર.પૂ. ગુરુણીશ્રી હીરબાઇ મહા. આદિ સતીવૃંદના પ્રેરક સાનિધ્‍યમાં શ્રી શાલિભદ્ર સરદારનગર સંઘનાં સુવર્ણ જયંતી વર્ષ જયંતિ વર્ષ નિમીત્તે સમગ્ર રાજકોટમાં સહુ પ્રથમ જ વખત ‘ૐ ર્હીં ર્શ્રી અર્હમ નમઃ' ના મહા પ્રભાવક સવા કરોડ જાપનું અનુષ્ઠાન ખુબજ સુંદર રીતે ચાલી રહ્યુ છે. પર્યુષણ પર્વ પછી પણ અનેકવિધ ધર્માનુષ્ઠાનોથી ઉપાશ્રય ભરચક રહે છે. પ્રતિદિન સવારે પ્રાર્થના, જિનભકતી અનુમોદક અ.સો. ચારુબેન હેમેન્‍દ્રભાઇ, અ.સૌ. ઝરનાબેન ત્રકષભભાઇ, (પૂ. સ્‍મીતાબાઇ મ. ના સંસારી સ્‍વજનો) બાદ મહાપ્રભાવક ઉવસગ્‍ગહર સ્ત્રોત જાપ પૂ. હીરક ગુરુણી ભકતોની અનુમોદના અને સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ દરમ્‍યાન પ્રવચન પ્રભાવક

બા.બ્ર.પૂ. સ્‍મિતાબાઇ મહાસતીજુ શ્રી ઉત્તરાધ્‍યયન સૂત્ર-૨૯ મુ અધ્‍યયન, સમ્‍યક પરાક્રમનો ૪૩ બોલનો અધિકાર તેઓશ્રીની જોશીલી વાણીમાં ખૂબજ સુંદર રીતે ફરમાવી રહ્યા છે. જે સાંભળતા ભાવિકો ખૂબ જ ભાવવિભોર બની લાભ લઇ રહ્યા છે. પ્રતિદીન સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ દરમ્‍યાન અહમ નમઃ ના જાપમાં સેકડો ભાવિકો જોડાયા છે. અને આ જાપ કરતા કરતા સહુ ધન્‍ય બની રહ્યા છે. દર બુધવારે બહેનોની શીબીર પૂ.જશુબાઈ મહાસતીજી તથા દર રવિવારે બાળકોની શિબિર બા.બ્ર.પૂ. ઉષાબાઈ મહાસતીજી કરાવી રહયા છે.

ગત તા. ૨૪ને શનિવારે બપોરે ૨ થી પ શ્રી ‘અરીહત વંદનાવલી' ઉપર સહુપ્રથમ જ વખત બૃહદ રાજકોટના સમસ્‍ત સ્‍થા. મહિલા મંડળો, વીર ડુગર મહિલા મંડળ દ્વારા યોગનાબેન મહેતા, નીરૂબેન, હિનાબેન, જયોતિબેન, માલિનીબેન વિ. ની શ્રુતસેવા સાથે ગુરુણીશ્રીની પાવન નિશ્રામાં પૂ. સ્‍મિતાબાઇ મ. એ પ્રશ્નમંચનું આયોજન સંપન્ન થયું. સમસ્‍ત પ્ર્નશ્‍નમંચના જ્ઞાન અનુમોદક દાત્તા શ્રી સ્‍મિત મહિલા મંડળ-મસ્‍કત (ઓમાન) મનમૂકી અનુમોદના પ્રભાવના કરી આ પ્રશ્નમંચની અનુમોદના માટે ખાસ મસ્‍કતથી  સુશ્રાવક દિલીપભાઇ મહેતા તથા જયશ્રીબેન મહેતા ખાસ પધારેલ, પ્રક્‍નમંચ પછી ચોવિહારની વ્‍યવસ્‍થા રાખેલ સુશીલાબેન કાંતિલાલ વોરા તથા ભાનુબેન ગુલાબચંદભાઇ દેસાઇ તરફથી કરાયેલ. તા. ૧ થી ૯ સુધી આસો માસ આયંબીલ ઓળીની આરાધના તથા વિજયાદશમી દશેરાના પવિત્ર દિવસે અર્હમ જાપનું ચતુર્થ ચરણ અનુમોદના સહ કરવામાં આવશે. એમ શ્રી સરદારનગર સંઘની યાદી જણાવે છે.

(3:49 pm IST)