Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રવિવારે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર સંન્‍યાસ ઉત્‍સવ-સંતવાણી

શરદ પુનમ નિમિતે

ધ્‍યાન-ભજન-ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસર, આયોજકઃ સ્‍વામિ પ્રેમમૂર્તિ(સ્‍વીઝરલેન્‍ડ) સંચાલકઃ સ્‍વામિ સત્‍યપ્રકાશ,સંતવાણી આયોજકઃ બકુલભાઇ ટીલાવત (સ્‍વામિ આનંદ તીર્થ) લાફટર થેરાપી માસ્‍ટર સ્‍વામિ દેવરાહુલ (નિતિનભાઇ) દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા-ધ્‍યાનમ શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી શરૂ

રાજકોટઃછેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે અવારનવાર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહ્યા છે.

તા.૯ને રવિવારે પૂનમ નિમિતે એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરની રૂપરેખા આ મુજબ છે. સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્‍લા ૩૭ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર નિયમિત કરવામાં આવે છે) સવારે ૭.૧૦થી ૮ બ્રેકફાસ્‍ટ, સવારે ૮.૩૦થી બપોરે ૧ દરમ્‍યાન ગુરુવંદના સાથે ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો બપોરે ૧થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે ૩થી ૪ ઓશો વિડીયો દર્શન બપોરે ૪.૧૫થી ૪.૩૦ ચા પાણી બપોરે ૪.૩૦થી રાત્રીના ૮ દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો તથા સ્‍વામિ દેવરાહુલ દ્વારા હસીબા-ખેલીબા-ધરીબા- ધ્‍યાનમ શરદપૂનમ કિર્તન ઉત્‍સવ, રાત્રે ૮ વચ્‍ચે મહાપ્રસાદ (હરિહર)

રાત્રે ૮.૩૦ વાગ્‍યે સંતવાણીના કાર્યક્રમનું આયોજન બકુલભાઇ ટીલાવત (સ્‍વામિ આનંદ તીર્થ) તથા તેમની ટીમના ગૌતમભાઇ મકવાણા, દેવજીભાઇ ચુડાસમાં, રસીકભાઇ ચુડાસમા, બળવંતસિંહ ગોહિલ, માંધાભાઇ ખાંભર, રાજુભાઇ, કનુ મહારાજ, વિનોદભાઇ નિમાવત, કાળુભાઇ મકવાણા, બલરાજભાઇ મકવાણા, અરવિંદભાઇ જેઠવા, દિલીપભાઇ ખોલીયા, લાખાભાઇ બોરીચા, સ્‍વામિ જગદીશભાઇ વગેરે કલાકારો દ્વારા સંતો-મહંતોની વાણી રજુ કરીને સાધકોને ભકિતમાં લીન કરશે. સંતવાણીનો કાર્યક્રમ રાત્રે ૧૨.૩૦ વાગ્‍યે સમાપન કરવામાં આવશે.

ઉપરોકત એક દિવસીય શરદ પૂનમની ઓશો ધ્‍યાન શિબિરના આયોજક સ્‍વામિ પ્રેમમૂર્તિ(સ્‍વીઝરલેન્‍ડ)એ ઓશો સંન્‍યાસી તથા પ્રેમીમીત્રોને શિબિરમાં સહભાગી થવા અનુરોધ કરેલ છે.

સ્‍થળ- ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટ પાછળની શેરી, રાજકોટ વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્‍વામિ સત્‍યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦ સ્‍વામિ પ્રેમમૂર્તિ (સ્‍વીઝરલેન્‍ડ) ૦૦૪૧૬૨ ૭૨૩૦૯૯૩

(3:52 pm IST)