Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રણછોડદાસજીબાપુ પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૨૦ મીએ વિદ્યાર્થીઓ માટે વકતૃત્‍વ સ્‍પર્ધા

રાજકોટ તા. ૫ : વિદ્યાર્થીઓમાં વાકચાતુર્ય ખીલે તે હેતુથી પૂ. શ્રી રણછોડદાસજીબાપુ પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આગામી તા. ૨૦ ના રવિવારે વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ધો.૮ થી કોલેજ સુધી અલગ અલગ ગ્રુપમાં આયોજીત આ વકતૃત્‍વ સ્‍પર્ધામાં વિદ્યાર્થી ભાઇ બહેનોએ પ મીનીટનું વકતવ્‍ય આપવાનું રહેશે.

જેમાં ધો.૮ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે રાષ્‍ટ્રપિતા ગાંધીજી, તહેવારોનું આપણા જીવનમાં મહત્‍વ, નવરાત્રીનું મહત્‍વ, જીવનમાં બચતનું મહત્‍વ વિષયો છે. જયારે  વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષાનું મહત્‍વ, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું મહત્‍વ, ઓનલાઇન શિક્ષણના ફાયદા-ગેરફાયદા, જંક ફુડ અને આરોગ્‍ય એ મુજબના વિષયો છે.

કોલેજ કક્ષાએ વિદ્યાર્થીનીઓ માટે આજની નારી, રમત ગમત ક્ષેત્રે યુવતીની કારકીર્દ,િ આજનું શિક્ષણ મુલ્‍યલક્ષી કે પરીક્ષાલક્ષી, ભારતની સેટેલાઇટ ક્ષેત્રે હરણફાળ તેમજ વિદ્યાર્થીઓ માટે હાલનું રાજકારણ, ભારતના ક્રાંતિકારીઓ, ઓનલાઇન કલ્‍ચર, આત્‍મનિર્ભર ભારત (વોકલ ફોર ભારત) વિષય રહેશે.

દરેક ગ્રુપના પ્રથમ વિજેતાને રૂ.૭૫૦, દ્વીતીય વિજેતાને રૂ.૫૦૦, તૃતિય વિજેતાને રૂ.૨૫૦ પારિતોષિક અપાશે.

સ્‍પર્ધા તા. ૨૦ ના રવિવારે બપોરે ૩ વાગ્‍યે કોટક સભાગૃહ, ચૌધરી હાઇસ્‍કુલ, કસ્‍તુરબા રોડ ખાતે યોજાશે.

સ્‍પર્ધાની વધુ વિગતો માટે ટ્રસ્‍ટીગણના પરેશભાઇ તન્ના, ભરતભાઇ દ્રોણ, નટુભાઇ સુબા, નવનિતભાઇ રાજાણી, પ્રવિણભાઇ અઢીયા, સુનિલભાઇ શીંગાળા, કેતનભાઇ કોટક જહેમત ઉઠાવી રહ્યા છે. સ્‍પર્ધા સ્‍થળની વ્‍યવસ્‍થા મંડળના ઉપપ્રમુખ નવીનભાઇ ઠકકર દ્વારા કરવામાં આવી છે. સ્‍પર્ધકોને પારિતોષિક માટે રમેશભાઇ પાંઉ અને બાળકોને ફુડપેકેટ તેમજ કોલ્‍ડ્રીંકસ માટે સંજયભાઇ કકકડનો આર્થિક સહયોગ મળેલ છે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અજય સંઘાણી (મો.૯૬૦૧૨ ૭૫૭૭૩), જયેન્‍દ્રભાઇ બદીયાણી (મો.૯૪૨૭૫ ૬૧૪૩૩), રમેશચંદ્ર પાંઉ (મો.૯૯૨૫૨ ૨૦૨૫૨, પરેશભાઇ તન્ના (મો.૯૮૨૪૦ ૧૦૭૮૮), અરવિંદભાઇ પરસાણીયા (મો.૯૪૨૯૧ ૬૯૬૦૮), રમણીકભાઇ પાનેલીયા (મો.૯૪૨૬૯ ૧૧૩૨૩) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ ગથરીયા

(3:53 pm IST)