Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બાલભવનમાં નવરાત્રી મહોત્‍સવ : છઠ્ઠા નોરતે ગરબા ડેકોરેશન સ્‍પર્ધા : દરરોજ ૪૦ પ્રિન્‍સ - પ્રિન્‍સેસને ઇનામો

રાજકોટ : દર વર્ષની જેમ બાલભવન ખાતે બાળ ખેલૈયાઓ માટે ઓરકેસ્‍ટ્રાના સથવારે નવરાત્રી રાસોત્‍સવનું આયોજન કરાયુ છે. માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બાલભવન ઓફીસ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસ તથા બાલભવનની ટીમ દ્વારા જોકર ગ્રાઉન્‍ડમાં ઓરકેસ્‍ટ્રા સાઝ ઔર આવાઝના સથવારે યોજવામાં આવેલ આ રસોત્‍સવમાં બાળ ખેલૈયાઓ સનેડો, ભાઇભાઇ, ટીટોડો જેવા તાલે ઝુમી રહ્યા છે. રોજે રોજ ૪૦ જેટલા પ્રિન્‍સ - પ્રિન્‍સેસને ઇનામો આપી પુરસ્‍કૃત કરવામાં આવી રહ્યા છે. છઠ્ઠા નોરતે સુરભી બેન વ્‍યાસ, કલ્‍પેશભાઇ દક્ષીણી, બીનાબેન દક્ષીણી, અમિષાબેન પટેલ, રેખાબેન ભોજાણી, તૃપ્‍તિબેન ગજેરા, હિમાંશુભાઇ ભટ્ટ, એન. ડી. ભોજાણીએ માં જગદંબાની આરતીનો લ્‍હાવો લીધો હતો. નિર્ણાયક તરીકે ધારાબેન મહેતા, મીતાલીબેન લોકવાણી, દીશાબેન પટેલ, શ્રધ્‍ધાબેન વેગડા, હીરલબેન મહેતા, ધારાબેન રાયચુરાએ સેવા આપી હતી. 

(3:55 pm IST)