Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સાંજે રેસકોર્ષમાં પહોંચજો... ૬ માળના મકાન જેટલો ઉંચો રાક્ષસ ભડભડ બળશે : આતશબાજી છવાશે, લેસર શો માણવા મળશે

વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા આજે બુધવારે સાંજે દશેરા નિમિત્તે રેસકોર્ષ મેદાનમાં રાક્ષસદહન અને આતશબાજી સાથે લેસર -શો યોજાનાર છે. બપોરે મેદાનમાં ત્રણેય વિરાટ પૂતળાઓને આખરી ઓપ અપાયો હતો. બપોર બાદ પૂતળા કેઇનની મદદની ઉભા કરી સાંજે સળગાવામાં આવશે.

રાજકોટ,તા. પ :  વિ.હિ.પ. બજરંગદળ-દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની ભાવભેર, ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં  આજે બુધવારે રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭ કલાકે અનેક વિધ કાર્યક્રમોની હારમાળા સર્જાવાની છે. આ વર્ષે પૂતળા દહન-શષા પૂજન- આતશબાજી સાથે નવીનતમ લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આમ એક નવું આકર્ષણ ઉમેરાતા પ્રજાજનોને દર વર્ષ કરતા પણ વિશેષ આનંદ આવશે.

આ વર્ષે પણ ગુજરાતનું સૌથી ઉંચા પુતળા બનાવવાનો રાજકોટનો રેકોર્ડ અકબંધ રહ્યો છે. આ વખતે ગુજરાતના સૌથી ઉંચો ૬૦ ફૂટનો રાક્ષસ તથા અન્‍ય ૩૦-૩૦ ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્‍યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.) થી નિષ્‍ણાંત કારીગરોને રાજકોટ આવ્‍યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્‍થળે આકાશમાં નયન રમ્‍ય રંગોળી રચાશે.

 પૂતળાદહન અને આતશબાજી ઉપરાંત નવુ નજરાણુ ઉમેરતા સૌપ્રથમ વખત લાઇટ એન્‍ડ સાઉન્‍ડ પર આધારીત થીમ બેઇઝ લેસર શોનું આયોજન કરવામાં આવ્‍યું છે. લેસર શોનાં સંચાલક અમર ઠાકર દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવેલ કે તેઓ દ્વારા દશેરા નિમિતે  અલગ-અલગ પ્રકારની લાઇટ એન્‍ડ સાઉન્‍ડ સીસ્‍ટમના ઉપયોગ થકી જમીનથી ૪૦ ફુટ ઉંચે ખાસ પ્રકારની સ્‍ક્રીન બનાવી તેના પર રામાયણના દ્રશ્‍યોને સજીવ સ્‍વરૂપ આપવામાં આવશે. આ લેસર શોમાં ખાસ સ્‍વીર્ઝલેન્‍ડ બનાવટની લેસર લાઇટની સ્‍પેશીયલ ઇફેકટ સાથે આ શો યોજવામાં આવશે. જેમાં મુખ્‍ય ચાર અતિ આધુનિક લેસર તથા ર૦ અન્‍ય લેસર લાઇટ દ્વારા આ શો કરવામાં આવશે. તેમજ લેસર લાઇટ દ્વારા ડીમ શોના અદ્‌્‌ભૂત દ્રશ્‍યો જેમાં ફોગીંગ દ્વારા લેસર શો કરવામાં આવશે તથા આ લેસર શો માં ભગવાન શ્રીરામના જન્‍મથી લઇ આખરી યુધ્‍ધ સુધી એક ટૂંકી કથા પ્રસાર કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્‍બીનેશન કરી અના લેસર શો કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ કાલે બુધવારે સાંજે ૭ વાગ્‍યે રેસકોર્સ મેદાનમાં યોજાનાર છે.પોલીસ હેડકવાર્ટર અને એરપોર્ટ રોડ ચોક તરફના ગેઇટથી આવવાથી કાર્યક્રમ સ્‍થળ નજીક પડશે. વિહિપ વતી નિતેશ કથીરીયાએ સૌને કાર્યક્રમનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(3:56 pm IST)