Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

માલીયાસણ પાસેના અકસ્‍માત મૃત્‍યુ કેસમાં ટેન્‍કર ચાલકનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. પઃ રાજકોટ મધ્‍યે આવેલ માલીયાસણ ગામના બાયપાસ પાસે ફરિયાદી મોટર સાયકલ ચલાવતા હોય તેમજ સાહેદ બંધ પડી ગયેલ ગાડીને ધકકો મારતા હતા ત્‍યારે આ કામનાં આરોપી મહેબુબ ચૌહાણે લટેન્‍કર પુરઝડપે, બેફીકરાઇથી મારંમમાર ગફલતભરી રીતે ચલાવીને ફરિયાદીને તથા સાહેદને હડફેટે લેતા ફરિયાદી તથા સાહેદને ગંભીર ઇજાઓ પહોંચાડેલ જેમાં સાહેદ પ્રશાંત રજવાડીયાનું સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નિપજેલું જે મતલબના ગુન્‍હામાં આ કામના આરોપીની સામે ઇ.પી.કો.-ર૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા મો. વ્‍હી. એકટની કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબના શિક્ષાપાત્ર ગુન્‍હામાં અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

કેસની ટુંકમાં હકિકત એવી છે કે, રાજકોટ મધ્‍યે આવેલ માલીયાસણ ગામના બાયપાસ પાસે તા. ૩૦/૦૩/ર૦૧૮નાં રોજ ફરિયાદી મોટર સાયકલ ચલાવતા હોય તેમજ સાહેદ બંધ પડી ગયેલ ગાડીને ધકકો મારતા હતા ત્‍યારે આ કામનાં આરોપી ટેન્‍કર નં. જી.જે. ૧ર એ. ડબ્‍લ્‍યુ ૦રપ૧ પુરઝડપે, બેફીકરાઇથી મારંમાર ગફલતભરી રીતે માનવ જીંદગલી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીને હોન્‍ડા સહિત હડફેટે લઇ તેમજ સાહેદ ગાડીને ધકકો મારતા હોય તેમને પાછળથી હડફેટે લેતા ફરીયાદી તથા સાહેદને માથે, શરીરે હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સાહેદ પ્રશાંત રજવાડીયાને હોસ્‍પિટલમાં લઇ જતાં સારવાર દરમ્‍યાન તેમનું મૃત્‍યુ નિપજેલ હતું. જયારે મુળ ફરિયાદીએ હોસ્‍પિટલમાં ટુંકી સારવાર મેળવી ડીસ્‍ચાર્જ થયેલ હતા અને મુળ ફરીયાદીએ, આ કામનાં આરોપી વિરૂધ્‍ધ ઇ.પી.કો.-ર૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા મો. વ્‍હી. એકટની કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબનો ગુન્‍હા કર્યા સબંધેની ફરિયાદ/એફ.આઇ.આર. રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં કરેલ હતી.

સદર કામમાં ચાર્જશીટ થયા બાદ કેસ બોર્ડ પર આવતા સદર કામ રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી. સમક્ષ ચાલતાં આ કામના મુળ ફરિયાદી સાથે આરોપીને ઘરમેળે સમાધાન ન થતાં મુળ ફરિયાદી દ્વારા તેના કેસને સમર્થન આપતાં સાહેદો તથા પંચોની જુબાની આ કામે મુકાયેલ હતી પરંતુ તેમ છતાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ નહિં તેમજ આ કામના આરોપી તરફે રોકાયેલ એડવોકેટ શ્રી અજય એમ. ચૌહાણ મારફત કરવામાં આવેલ દલીલોને ને લક્ષમાં લઇને અદાલતે આ કામનાં આરોપીને ઇ.પી.કો.-ર૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા મો. વ્‍હી. એકટની કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબના શિક્ષાપાત્ર ગુન્‍હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી-મહેબુબભાઇ આલમભાઇ ચૌહાણ તરફે રાજકોટનાં ખ્‍યાતનામ ધારાશાષાી એડવોકેટસ અજય એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા તથા તુષાર ડી. ભલસોડ રોકાયેલ હતા.

(3:56 pm IST)