Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બોગસ આર.સી. બુક ઉપર લોન લેવાનાકૌભાંડમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. પઃ અત્રે બોગસ આર. સી. બુક અને હૈયાતી વગરના ટ્રકો ઉપર ઇન્‍ડોસ્‍ટાર કેપીટલમાંથી કરોડોની લોન લેવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે તા. ૩૦/૦૩/ર૦ર૧ના રોજ મુળ ફરીયાદી ચીરાગકુમાર અશ્‍વિનભાઇ બારોટએ રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવેલ. ફરીયાદીની મુળ ફરીયાદ એવા પ્રકારની છે કે ફરીયાદી ઇન્‍ડોસ્‍ટાર કેપીટલ ફાઇનાન્‍સ, અમદાવાદ ખાતે લીગલ મેનેજર તરીકે નોકરી કરતા હતા. સદરહું કંપની ફોર વ્‍હીલ ટ્રક તથા હેવી વાહન ખરીદવા હાયર પરચેઈઝ સ્‍કીમ હેઠળ ફાઇનાન્‍સના ચાર્જ લઇને લોન આપવાનો ધંધો કરતી હતી.

કંપની દ્વારા સદરહું કોઇપણ ગાડીનું મેન્‍યુફેકચરીંગ કરવામાં ન આવેલ હોવાનું જણાવવામાં આવેલ, જેથી ફરીયાદીએ આ ફરીયાદ નોંધાવેલ. ફરીયાદીએ ફરીયાદ નોંધાવ્‍યા બાદ તપાસ કરનાર અધિકારીશ્રીએ ગુનામાં મદદગારી માટે ભ્રુમેશ રસીકલાલ શાહની ધરપકડ કરેલ અને ત્‍યારબાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ અને ત્‍યારબાદ આરોપી વિરૂધ્‍ધના પુરાવાઓ એકત્રીત કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું.ચાર્જશીટ ફાઇલ થયા બાદ ભુમેશ રસીકલાલ શાહે તેમના વકીલશ્રી મારફત રાજકોટ સેશન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી દાખલછ કરેલ હતી. સદરહું જામીન અરજી નામંજુર કરવા સરકારી વકીલશ્રીએ દલીલ કરેલ અને અરજદાર તરફે તેમના વકીલશ્રીએ જામીન ઉપર છોડવા માટે અનેક મુદાઓ તરફે નામદાર કોર્ટનું ધ્‍યાન દોરેલ અને સદરહું કેસમાં આરોપીનો કો જ રોલ નહીં હોવાનું અને ચાર્જશીટમાં અરજદાર વિરૂધ્‍ધ લેશમાત્ર પુરાવો નહીં હોવાની દલીલ કરેલ.  અરજદારના વકીલશ્રીની દલીલ અને રેકર્ડ પરના પુરાવાને ધ્‍યાને લઇ આરોપીને રાજકોટના સેસન્‍સ જજશ્રી પ્રશાંત જૈને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.આ ખુબ જ મહત્‍વના હુકમમાં આરોપી ભુમેશ રસીકલાલ શાહ તરફે રાજકોટના વકીલ શ્રી પીયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, સચીનભાઇ તેરૈયા, મોહિત લિંબાસીયા, અનિલભાઇ રાદડીયા, નિલેશ ભગત તથા ધનરાજ ધાંધલ રોકાયેલ હતા.

(3:59 pm IST)