Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વોટસન મ્યુઝિયમમાં ''મહેર ડાયોરામા''નું લોકાર્પણ

પૂરા કદની પ્રતિકૃતિઓ, પરંપરાગત વસ્ત્રો, આભૂષણો અને સાહિત્યનો ખજાનો ખૂલ્લો મૂકાયો

રાજકોટ તા. ૪ : વોટસન મ્યુઝિયમ રાજકોટમાં સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓની જીવન શૈલી દર્શાવતા ડાયોરામા આવેલ છે. જેમાં સૌરાષ્ટ્રની ખમીરવંતી મહેર જ્ઞાતિના પુરૃષ, સ્ત્રી અને બાળકની પુરા કદની પ્રતિકૃતિઓ તેના પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સાથે દર્શાવેલ જે જીર્ણ થતા ગુજરાત સરકાર દ્વારા મહેર સમાજના સહયોગથી રિનોવેશનનું કાર્ય કરવામાં આવેલ છે.

 

આ મહેર ડાયોરામાનું ભારત સરકારના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા સાથે જોડાયા હતા.

આ પ્રસંગેે ઉપસ્થિત સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા, રાજકોટ મહેર સમાજના પ્રમુખ પરબતભાઇ ઓડેદરા, સુપ્રિમ કાઉન્સિલ મોમ્બર વિજયભાઇ કેે, મોઢવાડિયા, ડો. રાજીબેન કડછા અને મ્યુઝિયમના કયુરેટર સંગીતાબેન રામાનુજને પ્રાસંગીક પ્રવચન કરેલ.

પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા તથા પૂર્વ શાસનાધિકારી દેવદત્તભાઇ પંડિયા દ્વારા શુભ સંદેશ પાઠવવામાં આવેલ કાર્યક્રમની આભારવિીધ ડી.વાય.એસ.પી. મુળુભાઇ ગોઢાણિયા દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવશીભાઇ મોઢવાડીયા દ્વારા કરવામાં આવેલ.

ઉપરાંત ઉપપ્રમુખ વિંજાભાઇ ઓડેદરા, નાગેશભાઇ ઓડેદરા, બચુભાઇ આંત્રોલિયા, જેઠાભાઇ ખુંટી, અરજનભાઇ કેશવાલા, ડો. લીલાભાઇ ભીમભાઇ, કેશવાલા કરસનભાઇ સુત્રેજા, ડો. જયેશભાઇ મોઢવાડીયા, ડો. વસ્તાભાઇ મોઢવાડીયા, ટીડીઓ તરખાલા, પીઆઇ વિજયભાઇ ઓડેદરા, યુ-ટયુબર-રાજુભાઇ કેશુભાઇ ઓડેદરા, રામભાઇ મોઢવાડિયા વગેરે જ્ઞાતિજનોએ બહોળા પ્રમાણમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મહેર ડાયોરામાંમાં છાસ વલોવતી મેરાણી, ખેતરે જતો ખેડુત નાના બાળકો તેમજ વર વધુ ના સ્ટેચ્યુ, વસ્ત્રો અલંકારો અને પૌરાણીક વાસણો, ખેતીના ઓજારો, હેડિકાફટવર્ક, વુડનવર્ક, જુની વસ્તુઓ, ઘંટુડો, સાંબેલુ, ખાંડણિયો, ગોફણ, રજવાડી, તલવાર, સૂડી, વલોણા, ઇંઢોણી, સુંડલો, ફાનસ વગેરેને સ્થાન પ્લાનીંગ-ડિઝાઇન દ્વારા આપવામાં આવેલ છે જે મહેર સંસ્કૃતિના લોકજીવનને ઉજાગર કરતુ દ્રશ્ય રજુ થાય છે. તેમજ મહેર જ્ઞાતિ વિષયક છપાયેલ સાહિત્ય સોફટ તથા હાર્ડ કોપીમાં સંગ્રહ કરવામાં આવેલ છે. મહેર જ્ઞાતિ શિરોમણી માલદેવબાપુનું સ્ટેચ્યુને સ્થાન આપવામાં આવેલ છે.

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતેના વિસ્તારમાં વસ્તા મહેર સમાજની ભાતીગળ સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસીક વારસાનું નિરૃપણ કરતો મહેર જ્ઞાતિનો નવીનીકરણ પામેલ ડાયોરામાં ગાંધીજયંતિથી જાહેર જનતા માટે ખૂલ્લો મુકવામાં આવેલ છે.

(4:02 pm IST)