Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

શહેર પોલીસે કર્યુ શાસ્ત્રોક્ત વિધીથી શસ્ત્રપૂજન

શક્‍તિ રૂપી શસ્ત્રો હંમેશા અસૂર રૂપી ગુનેગારોના સંહાર માટે જ ઉપડે તેવી અભિભાવના વ્‍યક્‍ત કરતાં અધિકારીઓઃ એ.કે.૪૭, ઇન્‍સાસ, એમપી ફાઇવ સહિતના અતિ આધુનિક હથીયારોથી શહેર પોલીસ સજ્જ

રાજકોટઃ અસૂરો ઉપર ભવ્‍ય વિજયના પર્વ વિજ્‍યાદશમીએ ભારતવર્ષની પરંપરા મુજબ શષાપૂજન કરી રાવણરૂપી ગુનેગારોના  સંહાર માટે જ શષા ઉપડે તેવી અભિભાવના વ્‍યક્‍ત કરતો શષાપૂજન કાર્યક્રમ રાજ્‍ય પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવતો હોય છે. આ અંતર્ગત આજે શહેર પોલીસ હેડક્‍વાર્ટર ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ, શહેરના તમામ એસીપી અને પોલીસ ઇન્‍સ્‍પેકટર સહિતના સ્‍ટાફની હાજરીમાં શાષાોક્‍ત વિધીથી શષાપૂજન કરવામાં આવ્‍યું હતું. શહેર પોલીસ શષાાગાર એ.કે. ૪૭, ઇન્‍સાસ રાઇફલ, એમપી ફાઇવ રાઇફલ સહિતના આધુનિક ઓટોમેટિક વેપન્‍સ ઉપરાંત હેન્‍ડ ગ્રેનેડ, ટીયર ગેસ સેલ, ગેસ ગન, પિસ્‍ટલ, રિવોલ્‍વરથી સજ્જ છે. રાયોટ, ઘર્ષણ, તોફાનોને પહોંચી વળવા માટે રાજકોટ પોલીસ સક્ષમ છે. સરહદોની રક્ષા માટે ભારતીય સેના જેમ સતત સતર્ક રહે  છે તેમ શહેરો અને જીલ્લાની પોલીસ પ્રજાની રક્ષા માટે હમેંશા જાગૃત અને ખડેપગે રહે છે.    શષાપૂજન કરવામાં આવ્‍યું ત્‍યારની તસ્‍વીરો. આ કાર્યક્રમમાં એસીપી બી. બી. બસીયા, એચ. એલ. રાઠોડ, એસ. આર. ટંડેલ, જે. એસ. ગેડમ, જી. એસ. બારૈયા, આર. એસ. બારૈયા, વિશાલ એમ. રબારી, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, ઇકોનોમીક ઓફેન્‍સ વિંગના પીઆઇ બી. ટી. ગોહિલ  ઉપસ્‍થિત રહ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(5:14 pm IST)