Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ખમ્‍મા મારા નંદજીના લાલ...અકિલા રઘુવંશી બીટસ રાસોત્‍સવમાં આજે ફાઇનલ જંગ

બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ રઘુવંશી ફાઇનલ મુકાબલો : મહિલાઓને સુરક્ષા મામલે ૧૮૧ અભયમ ટીમ દ્વારા માર્ગદર્શનઃ વિજેતા ખેલૈયાઓને સાંજે ૭ વાગે ગ્રાઉન્‍ડમાં પ્રવેશ મેળવી લેવા રઘુકુળ યુવા ગ્રુપની અપીલ

રાજકોટઃ આજે દશેરાના પવિત્ર દિવસે રઘુકુળ યુવા ગ્રુપ પ્રેરીત અકિલા રઘુવંશી બીટસ રાસોત્‍સવનું અંતિમ ચરણ આવી પહોચ્‍યુ છે. આજે રાસોત્‍સવનું સમાપન થઇ રહયુ છે. નવરાત્રીના નવ નોરતા દરમ્‍યાન દરરોજ વિજેતા બનેલા પ્રિન્‍સ-પ્રિન્‍સેસ વચ્‍ચે આજે બેસ્‍ટ ઓફ ધી રઘુવંશી ફાઇનલ સ્‍પર્ધાનું આયોજન કરાયુ છે. સૌ વિજેતા ખેલૈયાઓને સાંજે ૭ વાગ્‍યે પ્રવેશ લઇ લેવા રઘુકુળ યુવા ગ્રુપની અપીલ છે. આજે ખેલૈયાઓ વચ્‍ચે બરાબરીનો જંગ જામનાર છે. સતત નવ દિવસ સુધી પોતાની કળાના સૌને દર્શન કરાવ્‍યા બાદ, તનતોડ મહેનત કરીને અને આનંદવિભોર થઇને આ ખેલૈયાઓએ સૌના દીલ જીતી લીધા છે. એક જોઇને એક ભુલીએ તેવા દ્રશ્‍યો પરીસરમાં સર્જાતા હોય છે. નિર્ણાયકો માટે પણ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતની કેટેગરીમાં વીજેતાઓ નક્કી કરવા ખૂબ દુષ્‍કર થઇ જતાં હોય છે. પરંતુ અંતે તો શ્રેષ્‍ઠતમ જ વિજેતા થાય એ અન્‍યાયે આજના દિવસે અંતિમ સ્‍પર્ધા બાદ, સૌ ફાઇનાલીસ્‍ટો વચ્‍ચે બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ રઘુવંશી ફાઇનલ સ્‍પર્ધા યોજાશે.

નવમાં નોરતે અત્‍યંત રસાકસીભરી હરીફાઇ બાદ ગ્રુપ એમાં પ્રિન્‍સ તરીકે યુગ ચંદારાણા, મંત્ર સુચક, આર્યન ગણાત્રા તથા પ્રિન્‍સેસ તરીકે હીર માધવાણી, ઇશ્વરી તન્ના, શીયા ખાખરીયા વિજેતા બન્‍યા હતાં તથા વેલડ્રેસ તરીકે પુર્વ રાયજાદા તથા પ્રિન્‍સેસમાં કાવ્‍યા ગણાત્રા તથા ગ્રુપ-બીમાં પ્રિન્‍સ તરીકે હિરેન ઠકરાર, અંકિત સાયાણી, ક્રિશ આહયા તથા પ્રિન્‍સેસ તરીકે આરાધી કટારીયા, ખુશી ધામેચા, પ્રિયા ગણાત્રા વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં પ્રશીલ રૂપારેલીયા તથા ધ્રુવા વિઠલાણી તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ તરીકે રવી બલદેવ, પ્રિન્‍સેસ તરીકે હેતલ કારીયા, ભારતીબેન અનામ તથા વેલડ્રેસમાં અમીત કારીયા તથા મેઘાબેન ઠક્કર તથા સ્‍પેશ્‍યલ ગીફટમાં ધ્‍યેય પાબારી, શિવમ જટણીયા, ધ્‍યાની દાવડા, દેવ્‍યાંશ દાવડા, ઇશ્વરી તન્ના, શ્‍યામ તન્ના, ઉપેન્‍દ્ર કક્કડ, મિહીર કોટક, ભરત રાચ્‍છ, જીશા, તીર્થ પાબારી, નરેન રાયચુરા, કિયાંશ દાતાણી, શગુન ઉનડકટ વિજેતા બન્‍યા હતાં.

અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓ મનભરી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. ત્‍યારે મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ તન્ના, પારસભાઇ ઉનડકટ, સાગરભાઇ તન્ના, જયદેવભાઇ રૂપારેલીયા, નૈનશભાઇ દાવડા, નિરવભાઇ પાંઉ, રાજેશભાઇ જટણીયા, અમીતભાઇ પાબારી, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઇ કક્કડ સહિતના આયોજકો ખેલૈયાઓને મોજ કરાવી રહ્યા છે.

માલવભાઇ વસાણીના નેતૃત્‍વમાં ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રાના મહેશ ગોસ્‍વામી,  મહેશ પરમાર (કી-બોર્ડ), રજનીભાઇ (ગીટારીસ્‍ટ), કલ્‍પેશ સંચાણીયા (ઓકટોપેડ), હાર્દિકભાઇ ચૌહાણ(ફોરપીસ), ભરતભાઇ પંડયા(ચીફ રીધમીસ્‍ટ), જુલ્‍પેશ સોલંકી(ફોરપીસ), ગુંજન મહેતા (ફોરપીસ વોટર ડ્રમ), કાલી ઉસ્‍તાદ(ઢોલી), ધ્રુવ વાઘેલા( ઢોલી),  નવલ ચાવડા(બેઇઝ), જીતુ વલરાણી(બેઇઝ), જેનીલ પટેલ(ડ્રમ બેઇઝ), ભગીરથ વાઘેલા(બેઇઝ), ભીમબાપુ(ડી.જે.રેર્કોટીંગ), ખેલૈયાઓને ઝુમવા મજબૂર કરે છે. સીંગર ટીમ જીજ્ઞેશ સોની, અભિષેક ગઢવી, ભુમિ મહેતા, મેહુલ શીશાંગીયા એન્‍કર તરીકે હર્ષલ માંકડ (હેયાન) તથા સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ ઓરકેસ્‍ટ્રા ટીમના ભરત પંડયાએ પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે ઘુમવા મજબૂર કરે છે. તથા ભવાની સીકયુરીટી અભીમન્‍યુસિંહ ગ્રાઉન્‍ડ પર સીકયુરીટી પુરી પાડી રહયા છે.

નવમાં નોરતે અકિલા રઘુવંશી બીટસમાં ગાયોનો ગોવાળ કાનો... રાધે ને શ્‍યામ રમે ગોકુળીયા ગામમાં, ખમ્‍મા મારા નંદજીના લાલ..., મેળે મેળે રે મોરલી..., કૃષ્‍ણ ભગવાન હાલ્‍યા દ્વારકા..., રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્‍યામ..., કાળીયો ગોવાળીયો જાત્રા એ જાય..., હાલાજી તારા હાથ વખાણું કે પછી..., ઉચે ઉચે મંદીર તેરે..., નગર મેં જોગી આયા..., મથુરામાં વાગી મોરલી..., વાગ્‍યો રે ઢોલ..., ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને વંદે માતરમ ના રાષ્‍ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતું.

મીડીયા સેલના ધર્મેન્‍દ્રભાઇ કારીયા દ્વારા અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૨નું સોશ્‍યલ મીડિયામાં પણ પ્રસારણ થઇ રહયુ છે.

રાસોત્‍સવમાં પુરૂષોતમભાઇ પીપળીયા(આર.સી.સી બેૅકના ચેરમેન), મનીષભાઇ રૂપારેલીયા(જવેલદીપ જવેલર્સ), નિતીનભાઇ રાયચુરા(ફર્ન હોટલ), નીતાબેન રાયચુરા, રવીભાઇ ગોગીયા(એડવોકેટ), હેમાંગીબેન, નીશાબેન દતાણી, હેલીબેન રાડીયા, સોનલબેન રાચ્‍છ, જાનકીબેન પાબારી, અમીબેન પાબારી, યશભાઇ રાઠોડ(વિકાસ સ્‍ટવ), અજયભાઇ મજેઠીયા, નીપાબેન મજેઠીયા, લલીતભાઇ બુધ્‍ધદેવ, ચેતનાબેન લાખાણી સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

રઘુકુળ યુવા ગ્રુપની યુવા ટીમના રજનીભાઇ રાયચુરા, રવી કક્કડ, પરીમલ કોટેચા, માલવભાઇ વસાણી, રમણીકભાઇ દાવડા, નિશાદભાઇ સુચક, નિરવભાઇ રૂપારેલીયા, પ્રકાશભાઇ ગઢીયા(રઘુવંશી વડાપાઉ), વિરૂભાઇ, પારસ કુંડલીયા, અલ્‍પેશ કોટક, ધર્મેન્‍દ્રભાઇ કારીયા, વાસુદેવ સોમૈયા (અંબીકા ફરસાણ), દર્શન રાજા, પાર્થ સચદે, ધવલ પોપટ, કિશન પોપટ, રવીભાઇ કક્કડ, નિરવ કક્કડ, હિમાંશુ વસંત, કલ્‍પીત ખંધેડીયા, દેવેન્‍દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, તુષાર રૂપારેલીયા, આકાશ લાખાણી, શુભમ કતીરા, વિજય કક્કડ, સિધ્‍ધાર્થ રૂપારેલીયા, પ્રશાંત પુજારા, પ્રીયાંત, હિરેન અનડકટ, જેકી કકકડ, ભદ્રેશ વડેરા, મિહીર ધનેશા, સાર્થક ગણાત્રા સહિતનાં કાર્યકરોની ટીમ સમગ્ર આયોજનને ક્ષતિશૂન્‍ય બનાવવા પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી રહયા છે.

(4:07 pm IST)