Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મારકૂટના મામલે પી.એસ.આઇ અને પોલીસમેન સામેનો કેસ રજીસ્‍ટરે લેવાયો

બંને સામે પ્રોસેસ ઇસ્‍યુ કરવાનો હુકમ કરતી કોર્ટ

રાજકોટ,તા. ૫ : અદાલતના હુકમના આધારે મુદામાલ સીંગતેલના ડબ્‍બા છોડાવવા ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશને જનાર ફરીયાદી હિતેશભાઈ ભાગીયા તથા તેના બંને ભાઈઓને સીંગતેલ ના ડબ્‍બાની જગ્‍યાએ કપાસીયા તેલના ટુટેલા નુકશાની વાળા ડબ્‍બા લઈ જવા ફરજ પાડી માર મારનાર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જનક્‍સીહ રાણા તથા કિશોર ઘુઘલ સહીતના તપાસમા ખુલવા પામે તે લોકો સામે થયેલ ફરીયાદના કામે રાજકોટના એડી. ચીફ જયુડી મેજી. જનકસિંહ રાણા તથા કિશોર ઘુઘલ સામે ફોજદારી કેસ રજીસ્‍ટરે લઈ પ્રોસેસ ઈશ્‍યુ કરતો હુકમ ફરમાવતા પોલીસ બેડામા ચર્ચાનો વિષય બની ગયેલ છે.

બનાવની હકોકત જોઈએ તો ટંકારા તાલુકાના હરીપર ના રહીશ હિતેશ જાદવજીભાઈ ભાગીયાએ પી.એસ.આઈ. જનક્‍સીહ જી. રાણા, પોલીસ કોન્‍સ્‍ટેબલ કિશોર લક્ષમણભાઈ ઘુઘલ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે રાજકોટની અદાલતમા એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદોએ અદાલત સમક્ષ માંગણી કરેલ મુદામાલ ના કામે પોલીસે સીંગતેલ ના ડબ્‍બા સબંધે અદાલતમા અભીપ્રાય રજુ કરેલ અને નામદાર અદાલતે તે મુદામાલ ફરીયાદીને સોપવા હુકમ કરેલતે મુદામાલ પોલીસે સોપવાની જગ્‍યાએ ટુટેલી હાલત વાળા કપાસીયા તેલના ડબ્‍બા લઈ જવા ફરીયાદી સહીતનાઓને ફરજ પાડી બે રહેમીથી માર મારેલ ના ફોટા સહીત અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે પોલીસ સ્‍ટેશનના સી.સી.ટી.વી. ફટેજ સહીત રજુ કરવા કરેલ આદેશ ની પણ અવગણના કરતા તે સબંધે ફરીયાદીએ ફરી અરજી આપતા તેની પૂર્તતા કરવા કરેલ હુકમની પણ અવગણના કરી નામદાર સુપ્રીમકોર્ટ તથા હાઈકોર્ટ અને ગૃહ વિભાગને પરીપત્રને ઘોળીને પી જનાર કાનુની રખેવાડ પોતે કાયદાનુ પાલન કરતા ન હોય અને પ્રજાને પાલન કરાવવા ફરજ પાડતા હોય જેથી ગુનો આચરનારાઓ વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી થવા ફરીયાદ કરેલ હતી.

ફરીયાદ પક્ષની રજુઆત તથા રેકર્ડ વંચાણે લીધુ ફરીયાદ અનુસંધાને ફરીયાદીને વેરીફીકેશન લેવામા આવેલ જેમા રેકડપરથી આરોપીઓ વિરૂધ્‍ધ પ્રોસેસ ઈશ્‍યુ કરવા જેટલો રેકર્ડપર પુરાવો જણાય છે સુપ્રીમકોટના ચુકાદાની હકીકતો લક્ષે લેતા હાલના તબકકે પી.એસ.આઈ. જનકસીહ જી. રાણા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ કિશોર લક્ષમણભાઈ ઘુઘલ નાઓ વિરૂધ્‍ધ પ્રોસેસ ઈશ્‍યુ કરવા જેટલો પ્રથમ દર્શનીય પુરાવો હોય ફરીયાદીની ફરીયાદ ફોજદારી કેસ રજીસ્‍ટરે દાખલ કરવાનો હુકમ કરી બંને વીરૂધ્‍ધ ઈ.પી.કો. કલમ - ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ૨ ), ૩૪૧ હેઠળ પ્રોસેસ ઈશ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.ઉપરોક્‍ત કામના ફરીયાદી હિતેષભાઈ ભાગીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભૃવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ ર્દોગા, કેતન પરમાર, ભરત વેકરીયા, પ્રીન્‍સ રામાણી રોકાયેલ હતા.

(4:10 pm IST)