Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

૧૬મીએ સુદેશ ભોંસલે રાજકોટમાં

સુદેશ ભોંસલેએ મારા ગીતોને અવાજ આપી નવું જીવન આપ્‍યું છે : અમિતાભ બચ્‍ચન

એક વખત સુદેશ ભોંસલે એક શો કરી રહ્યા હતા જેનું શિર્ષક હતું ‘અમિતાભ ઔર મૈં' આ કાર્યક્રમમાં તેઓ અમિતાભ બચ્‍ચન પર ફિલ્‍માવેલા તેમજ તેમણે બીગબી માટે ગાયેલા ગીતો રજુ કરવાના હતા. આ વાતની જયારે અમિતજીને ખબર પડી ત્‍યારે તેમણે સુદેશ ભોંસલે ને શુભેચ્‍છા આપતો એક વિડિયો મેસેજ ખાસ મોકલેલો. જેમાં તેમણે પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી અને ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, જયારે સુદેશજી વિનંતી કરે ત્‍યારે તેને હું ક્‍યારેય ના પાડી શકતો નથી. અમિતાભ બચ્‍ચને વધુમાં કહ્યું હતું કે, સુદેશ ભોંસલેએ મારા ગીતોને અવાજ આપી જાણે એક નવું જીવન આપ્‍યું છે. અમિતજીએ સુદેશ ભોંસલેના પુત્ર સિધ્‍ધાંતને પણ તે કાર્યક્રમમાં ગીતો ગાવા માટે આશીર્વાદ આપ્‍યા હતા.

બોલીવુડને પોતાવના સ્‍વર થકી અમિતાભ બચ્‍ચનનો અવાજ આપનાર ગાયક સુદેશ ભોંસલેએ પોતાની અદભૂત પ્રતિભાથી માયાનગરીના કલાકારોની નકલ કરીને સૌને ચોંકાવી અને પોતાના દમદાર અવાજથી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં એક ખાસ સ્‍થાન બનાવ્‍યું છે. સુદેશ ભોંસલે અમિતાભ બચ્‍ચનના ગીતો માટે ખુબજ જાણીતા અને માનીતા છે. ખુદ અમિતાભ બચ્‍ચને અનેકવાર તેમન અવાજની પ્રસંશા કરી છે.

સુદેશ ભોંસલેએ અમિતાભ બચ્‍ચન અભિનીત ફિલ્‍મ હમ (૧૯૯૦) ના ગીત ‘ચુમ્‍મા ચુમ્‍મા દે દે' ગાયું અને જોરદાર સફળતા મળી. આજે પણ તે ગીત લોકોના દિલો દિમાગ પર છવાયેલું છે. ઉપરાંત માહિયા વે શાવા શાવા, ફિલ્‍મ બાગબાનનું મેરી મખના, ફિલ્‍મ મેજર સાબનું સોના સોના વગેરે જેવા અનેક પ્રખ્‍યાત બોલીવુડ ગીતો તેમણે ગાયા છે.

સુદેશ ભોંસલે ને લાઇવ ગાતા સાંભળવા એક અદભૂત લ્‍હાવો છે. તેમના ગીતોમાં હાસ્‍ય, મધુરતા, સાલસતા જોવા મળે છે અને ખાસતો તેમનો જે ગાવાનો અંદાજ છે તે નિહાળવાની તક રાજકોટના આંગણે મળવા જઇ રહી છે. સુદેશ ભોંસલેને માણવાનો સુવર્ણ અવસર લઇને આવ્‍યા છે ‘બોલીવુડ ઇવેન્‍ટ'ના ભારતીબેન નાયક. રાજકોટમાં ઇન્‍ડિયન આઇડોલના સીંગરો અને તાજેતરમાં લતાજીને શ્રધ્‍ધાંજલિ અર્પતો સુપ્રસિધ્‍ધ ગાયિકા અન્‍વેષાનો સુપર ડૂપર હિટ શો તેમજ પ્રખ્‍યાત ગાયિકા સારિકા સિંહને રજુ કરનાર ભારતીબેન નાયક રાજકોટવાસીઓ માટે હવે સુપર હિટ ગીતોને સ્‍ટેજ પરથી રાજકોટવાસીઓ સમક્ષ લાઇવ કરવા પ્રખ્‍યાત પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલેને તેમની સંસ્‍થા બોલીવુડ ઇવેન્‍ટ ‘તાલ તરંગ'ના નેજા હેઠળ રાજકોટના આંગણે લાવી રહ્યા છે. રાજકોટવાસીઓ માટે શરૂ થયેલો આ અદભૂત શીલશીલો અટકવાનો નથી. એક એકથી ચઢિયાતા કાર્યક્રમો પ્રસ્‍તુત થશે. જેમાં કપલ અને ગ્રૂપ સાથે જોડાવા ભારતીબેન નાયક નો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે મેમ્‍બરશીપ મેળવી લેવા જણાવાયું છે.(૨૧.૩૨)

 

‘તાલ તરંગ' સાથે જોડાઇ જાવ :

એકથી એક ચઢીયાતા કાર્યક્રમો માણો

૧૬ ઓકટોબરે

સુદેશ ભોંસલે રાજકોટને ડોલાવવા આવી રહ્યા છે ત્‍યારે

રાજકોટ : ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સ દ્વારા ગણત્રીના દિવસો પછી ૧૬ ઓકટોબરે રાજકોટ - સૌરાષ્‍ટ્રની જનતાને તરબોળ કરી દયે તેવો યાદગાર ગીતોનો સંગીત મઢયો ‘સુપર સ્‍ટાર પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે'નો જબરજસ્‍ત પ્રોગ્રામ સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં આવી રહ્યો છે. દેશના સુવિખ્‍યાત ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝર ભારતી નાયકના નેજા હેઠળ ઓલ બોલીવુડ ઇવેન્‍ટસ દ્વારા અને તાલ-તરંગ કલબના સંગાથે આ કાર્યક્રમ માણવા રાજકોટીયનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુદેશજીનો સંગાથ આપવા મુંબઇના પ્રખ્‍યાત સીંગર્સ મદન શુકલા, અર્પિતા ઠક્કર અને સાથે મનીશા કરંદીકર તથા આર.જે.ગૌરવ પણ રાજકોટીયનોને સંગીતની દુનિયામાં રસતરબોળ કરવા આવી રહ્યા છે.

આ શોની અલગથી ટિકિટ ખરીદવાના મોટા ખર્ચને બદલે આજે જ તાલ-તરંગ કલબના સદસ્‍ય બની જાવ અને વર્ષમાં સુપર-ડુપર ફિલ્‍મી જગતના યાદગાર ગીતોના ૭ કાર્યક્રમો (૬ કાર્યક્રમ + ૧ બોનસ પ્રોગ્રામ) સહ પરિવાર, મિત્રો, મહાનુભાવો સાથે અચૂક માણો. ટિકીટ ખરીદવાની ઝંઝટમાંથી છૂટી જાવ (સંપર્ક : ભારતીબેન નાયક ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

દોઢ દાયકાનો અનુભવ: અોલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો
અને ઇવેન્ટસનું આયોજન: અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના

પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ,

ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ

પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક :

૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧

(4:13 pm IST)