Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

માર્ગ-મકાનના ઇજનેર અને સરપંચ-તલાટી સામે પગલા ભરો : મુખ્‍યમંત્રીના પોગ્રામનું અપમાન કર્યુ છેઃ મેટોડાના રાજેશની ફરીયાદ

રાજકોટ, તા. પ :  મેટોડા ખાતે રહેતા રાજેશ ડાયાભાઇ વાઘેલાએ કલેકટરને ફરીયાદ કરી મુખ્‍યમંત્રીશ્રીના પ્રોગ્રામનું જાહેર અપમાન કરવા અંગે જવાબદાર અધીકારીઓ સામે પગલા ભરવા માંગણી કરી છે.

ફરીયાદમાં ઉમેયુ છે કે, મિતાણા-લોધિકા રાજયધોરી માર્ગ નં. ૧ર૦ ઉપર ગેરકાયદે અનઅધિકૃત રીતે (ર૦×૪ લંબાઇ-પહોળાઇ) જેટલો રોડ મોટા-રામપર ગ્રામ પંચાયત તથા વાસ્‍મોના જવાબદાર અધિકારી દ્વારા તોડી નાખેલ છે. આ રોડ તોડી નાખતા અસંખ્‍ય વાહન ચાલકો ખુબ જ મુશ્‍કેલી પડેલ છે. અને મારો જીવ-જતા રહી ગયેલ છે. આ પ્રશ્ન હાલમાં મે  તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ કરેલ હતો. જે એં મામલતદાર પડધરીએ મારા પ્રશ્નનો સ્‍વાગત કાર્યક્રમાં સમાવેશ કરી અને તાલુકા સ્‍વાગતના ચેરમેનના હોદ્દાની રૂએ ના.કા. ઇ.શ્રી જીલ્લા માર્ગ અને મકાન વિભાગ, જસાણી કોલેજ સામે છેલભાઇ દવે માર્ગ, રાજકોટને તથા સરપંચ મોટા રામપર ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રીશ્રી મોટા રામપર ગ્રામ-પંચાયતને મુદાવાઇઝ અહેવાલ સાથે ઉપસ્‍થિત રહેવા પત્ર, પાઠવેલ હોવા છતાં આ જવાબદાર અધિકારીઓએ મુખ્‍યમંત્રીશ્રીના તાલુકા સ્‍વગત પ્રોગ્રામને હાજર ન રહેતા જાહેરમાં માનહાનિ અને ગૌરવને અપમાનિત કર્યુ છે. આથી આ લોકો સામે શિક્ષાત્‍મક પગલા લેવા માંગણી છે.

(4:13 pm IST)