Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગાંધીસ્‍મૃતિ ટ્રસ્‍ટ દ્વારા ગાંધીવંદનાઃ સ્‍વરોજગારીના સાધનનુ વિતરણ

રાજકોટઃ ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટના ઉપક્રમે પૂ. મહાત્‍મા ગાંધીની ૧પ૩મી જન્‍મ જયંતિ નિમિતે પૂ.બાપુના વિદ્યાર્થીકાળના નિવાસસ્‍થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્‍દાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના અતિ પ્રિય ભજન ‘‘વૈષ્‍ણવ જન તો તેને રે કહીએ''થી રાજેશભાઇ વ્‍યાસ દ્વારા કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહેમાનોનો પરિચય સંસ્‍થાના ટ્રસ્‍ટી અનામિકભાઇ શાહે આપેલ અને સુતરથી આંટીથી સ્‍વાગત રકમપિત્તાના દર્દીઓએ કરેલ. આ પ્રસંગે શિક્ષણ શાષા ભવન, ગુજરાત વિદ્યાપીઠના ડીન/અધ્‍યક્ષ, કવિ તેમજ ગાંધી વિચાર તજજ્ઞ ડો. ભરતભાઇ જોષી (પાર્થ મહાબાહુ), ‘‘ગાંધીજી છેવટની આશા'' વિષય ઉપર પ્રવચન આપી, પૂજય બાપુને શબ્‍દાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમના પ્રમુખસ્‍થાને મુર્ધન્‍ય કવિ, સંત સાહિત્‍ય અને ગાંધી વિચાર તજજ્ઞ દલપતભાઇ પઢીયાર વકતવ્‍ય આપેલ. આ ઉપરાંત મહાત્‍મા ગાંધીજીને અત્‍યંત પ્રિય એવા રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર મહાલક્ષ્મી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા કતપિત્ત મુકત દર્દીઓનું સમાજમાં પુનઃ સ્‍થાપન કરવા માટે તેઓને સ્‍વરોજગારીના સાધનો આપવામાં આવેલ. આ વખતે પણ પાંચ રકતપિત્ત રોગમુકત દર્દીઓના પુનઃવસન માટે સ્‍વરોજગારીના સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયેલ. કેયુરભાઇ અંજારીયા તથા તેની ટીમે બનાવેલ દસ્‍તાવેજી ફિલ્‍મ હિન્‍દી ભાષામાં ગુજરાત ટુરીઝમના સહયોગથી તૈયાર કરવામાં આવી, તે દસ્‍તાવેજી ફિલ્‍મની સીડીનું વિમોચન મુખ્‍ય મહેમાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટની ટ્રસ્‍ટી અનામિકભાઇ શાહ, વિનોદભાઇ ગોસલિયા, ગોવિંદભાઇ ખુંટ, ડો. અલ્‍પાબેન ત્રિવેદી તેમજ સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના હિમ્‍મતભાઇ ગોડા, બળવંતભાઇ જાની, કડવીબાઇ ટ્રસ્‍ટના હીરાબેન માંજરીયા તથા નિમંત્રીતો, વિદ્યાર્થીઓએ હાજર રહી પૂજય બાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટના સ્‍ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ.

(4:13 pm IST)