Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સ્‍વચ્‍છતા પાકિટ વિતરણ

  સ્‍વચ્‍છ સર્વેક્ષણ -૨૦૨૩ અન્‍વયે રાજકોટ શહેરના લોકો સ્‍વચ્‍છતા અંગે જાગળતિ લાવવા ૨જી ઓક્‍ટોબરના રોજ મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા તથા રોટરી ક્‍લબ ઓફ રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે સ્‍વચ્‍છતા પાકીટ વિતરણ કાર્યક્રમ જીલ્લા પંચાયત ચોક ખાતે યોજાયેલ જેમાં કુલ ૪૧૫૦  સ્‍વચ્‍છતા પાકીટનું વિતરણ કરવામાં આવેલ. રાજકોટ શહેરના ટુ-વ્‍હીલર વાહન, થ્રી-વ્‍હીલર વાહન તથા ફોર-વ્‍હીલર વાહનમાં સ્‍વચ્‍છતા પાકીટ રાખવા અપીલ કરવામાં આવેલ તથા ચાલુ વાહને રોડ પર કચરો નહિ નાખી સ્‍વચ્‍છતા પાકીટનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ.  રોટરી ક્‍લબ ઓફ રાજકોટના પ્રેસીડેન્‍ટ નિશાંત વોરા, સેક્રેટરી રાજેશ ભટનાણી તથા પ્રોજેક્‍ટ ચેર હિતાબેન મહેતા તથા નાયબ પર્યાવરણ ઈજનેર  વી.એમ.જીંજાળા સેનિટેશન ઓફિસર એસ.જે.જાખણીયા તથા સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાનો સ્‍ટાફ ઉપરોક્‍ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

(4:13 pm IST)