Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મનપાના મહિલા કર્મચારીઓના નાના બાળકો માટે કલરવ ઘોડિયા ઘર ખુલ્લુ મુકાયું

રાજકોટ : મહાનગરપાલિકાની મધ્‍યસ્‍થ ઝોન કચેરી ખાતે મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓના નાના ભૂલકાઓ માટે ‘કલરવ ઘોડિયાઘર' મેયર ડો.પ્રદીપ ડવના ખુલ્લું મુકવામાં આવ્‍યું હતું. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે કે જેનામાં બાળકો નાના હોય અને ઘરે એકલા ન રહી શકતા હોય તેવા મહિલા કર્મચારીઓ માટે મહાનગરપાલિકા ખાતે બાળકો રહી શકે અને મહિલા કર્મચારીઓ પોતાના બાળકની ચિંતા કર્યા વગર નિયમિત ફરજ બજાવી શકે તેવા આશય સાથે ‘કલરવ ઘોડિયાઘર' બનાવવામાં આવ્‍યું છે જેમાં અંદાજિત ૩૦૦.૦૦ ચો.ફૂટમાં ઘોડીયાઘરનું નિર્માણ કરાયેલ છે, ઘોડિયાઘરમાં બાળકોને વધુ સારી સગવડતા મળે તે માટે પેન્‍ટ્રી, વોલ પેઈન્‍ટીંગ, એડ કન્‍ડીશન, ફ્રીજ, વોટર કુલર અને રબ્‍બર ફલોરીંગ મેટ જેવી વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે. આ પ્રસંગે ડેપ્‍યુટી મેયરશ્રી ડો.દર્શીતાબેન શાહ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્‍યુટી કમિશનર આશિષ કુમાર, સિટી એન્‍જીનીયર કોટક, ડેપ્‍યુટી એન્‍જિનિયર શ્રી પટેલિયા તથા મોટી સંખ્‍યામાં મહિલા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:16 pm IST)