Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

હડાળા પાસે ૧૦૮ની ટીમે સગર્ભાને વાડીમાં જ ડીલીવરી કરાવી

રાજકોટઃ મોરબી રોડ પર હડાળા ગામમાં રહેતા દિનેશભાઇ નામના વ્‍યકિતનો ૧૦૮માં કોલ આવ્‍યો હતો કે ‘મારી વાડીમાં મજૂરી કામ કરતા શૈલેષભાઇના સગર્ભા પત્‍ની પ્રેમીલાબેનની તબીયત લથડે છે. તેમ કહેતા ૧૦૮ના ઇએમટી ભાવેશભાઇ વાઢેર તથા પાઇલોટ વિશ્‍વજીતભાઇ તાકીદે સ્‍થળ પર પહોંચતા પ્રેમીલાબેનને વધુ દુઃખાવો થતો હોઇ ત્‍યાંજ ડીલીવર કરાવી દીકરીનો જન્‍મ થયા બાદ ઇઆરસીપી ડોકટર રવી ચાવડાના માર્ગદર્શન મુજબ તેને ઓકસીજન આપી પ્રાથમિક સારવાર આપી રાજકોટ જનાના હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

(4:18 pm IST)