Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જૈનમ રાસોત્સવઃ ૭૫ ખેલૈયાઓએ પ્રતિકૃતિ બનાવીઃ ભારત માતાની આરતીઃ આજે મેગા ફાઇનલ

રાજકોટઃ જૈનમ રાસોત્સવમાં બાળાઓનું પુજન બાદ ક્ષત્રીય સમાજનાં આગેવાનો સર્વશ્રી વિેરેન્દ્રસિંહ ઝાલા, રાજભા ગોહીલ, આર.ડી.ઝાલા, દેવદતસિંહ બાપુ, લાલુભા જાડેજા, સિધ્ધરાજસિંહ વાળા, પૃથ્વીસિંહ ઝાલા, બલરાજસિંહ ઝાલા, જયકિશનસિંહ ઝાલા, સત્યરાજસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ જાડેજાએ માતાજીની આરતીનો લાભ લીધેલ હતો. આ પ્રસંગે શ્રીઅરૂણબાબુ (કલેકટર) રાજકોટ, શ્રીઅમીત અરોરા–કમિશ્નર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, શૈલેષભાઇ ઠાકર, ચેરમેનઃ રાજકોટ નાગરિક બેંક, મનીષભાઇ મડેકા અને મીહીરભાઇ મડેકાઃ રોલેકસ રીંગ્સ લીમીટેડ, શ્રીસુરેશભાઇ નંદવાણા શ્રીભવાની ઇન્ડસ્ટ્રીઝ, શ્રીપી.ટી.જાડેજા સાહેબ ક્ષત્રીય સમાજનાં આગેવાન, શ્રીમુકેશભાઇ દોશી, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ–ઢોલરા, આર.એસ.એસ.નાં વિક્રમસિંહ પરમાર–પ્રાંત સંયોજક, મંગેશભાઇ દેસાઇ–રાજકોટ સંયોજક, શ્રીસમીરભાઇ શાહ રાજકોટ સંયોજક, વિગેરે ઉપસ્થિત રહયા હતા. આજે દશેરાએ મેગા ફાઇનલમાં લાખેણા ઇનામો અપાશે. જુનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં પારેખ જાનવી, સ્તુતી મહેતા, મિષ્ટી મહેતા તેમજ જુનિયર પ્રિન્સ વેલડ્રેસમાં મહેતા હર્ષ, શાહ હિત, કહાન પટેલ તથા સીનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં રીશીતા પારેખ, ઇશા, માનસી કોઠારી તથા સીનીયર પ્રિન્સ વેલડ્રેસમાં યશ માવાણી, હીત મહેતા, હર્ષિત શાહ ઉપરાંત જુનીયર પ્રિન્સમાં દોશી જશ, શ્રેય મહેતા, શાહ કવિશ, શાહ મિત તથા જુનીયર પ્રિન્સેસમાં ક્રિશા કામદાર, શાન્વી ખારા, હિર શાહ, ક્રિષા હિરાણીને વિજેતા જાહેર કરી ઇનામો આપવામાં આવેલ હતા.

 

(4:36 pm IST)