Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કાલે ચારણ-ગઢવી સમાજના ૩૧માં સમુહ લગ્ન

શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્‍ટ-રાજકોટ દ્વારા આયોજન : ૧૯ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે, કરીયાવરમાં દીકરીઓને ૯૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે

રાજકોટઃ પરમ પૂજય આઇશ્રી કંકુ કેશરમા પ્રેરિત તથા શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્‍ટ-રાજકોટ (સમુહ લગ્ન સમિતિ-જૂની) દ્વારા આવતી કાલે તા.૦૪ રવિવારે  સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં ચારણ-ગઢવી સમાજના ૩૧માં સમૂહ લગ્ન સમારોહનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૯ નવદંપતિઓ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલા પાડશે.

આ સમારોહમાં દરેક કન્‍યાને કરિયાવરના દાતાઓના સહયોગથી આશરે ૯૦ કરતા વધારે વિવિધ ચીજ-વસ્‍તુઓ ઉપરાંત સાથે ટીવી, ફ્રીઝ તથા સમિતિ તરફથી રૂા.૧૧૦૦૦ રોકડા દરેક કન્‍યાઓને તથા રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવાયુ છે.

સ્‍થળઃ લેઉવા પટેલ નૂતન કન્‍યા કેળવણી મંડળ ગ્રાઉન્‍ડ, રાધાકૃષ્‍ણ સોસાયટી પાસે, બોલબાલા માર્ગના છેડે, બાલાજી રેફ્રીજરેશન સામે, નેશનલ હાઇવે પાસે, ઢેબર રોડ સાઉથ, રાજકોટ.

(11:49 am IST)