Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અમે મતદાન કર્યુ...તમે પણ મતદાન કરોઃ ભરતભાઇ પંડયા સહપરિવારે મતદાન કર્યુ

રાજકોટ તા. પઃ ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વર્ષો સુધી પક્ષના મહામંત્રી ત્થા પક્ષના પ્રવકતા તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રી ભરતભાઇ પંડયાએ સહપરિવાર મતદાન કર્યુ હતું. ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, મતદાન એ મંદિરમાં કરેલી લોકશાહીની પુજા છે.મારા ૯૦ વર્ષના માતુશ્રી, ધર્મપત્ની અને દીકરી એમ ત્રણ પેઢીએ મતદાન કરીને કર્મના આનંદની અનુભુતી કરી.  કમળએશાંતિ, સમૃધ્ધિ, સુરક્ષાનું પ્રતિક છે, અમે મતદાન કર્યું તમે પણ મતદાન કરો તેવી વિનંતી.

(3:49 pm IST)