Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કાલે કાંગશીયાળીમાં રકતદાન કેમ્પ

રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના જરૃરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી મેગોટેકસ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. તેમજ શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના કાલે તા.૬ મંગળવારે, સવારે ૧૦થી ૩ વાગ્યા સુધી, મેગાટેકસ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ ખોડીયાર હોટેલની સામે, કાંગશીયાળી પાસે, ગોંડલરોડ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં મેગોટેકસ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના શ્રી પ્રદિપભાઇ શર્મા(એચ.આર.મેનેજરશ્રી) શ્રીમદ રાજચંદ્ર સેવાગ્રુપના શ્રીવિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), શ્રી દિપ કોટેચા, શ્રીઆશિષભાઇ પાનીકર તથા સિવિલ હોસ્પિટલ બ્લડબેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે.

(4:02 pm IST)