Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટ બાર એસો.ના પ્રમુખપદે એન. આર. જાડેજાની ઉમેદવારી

રાજકોટ તા. પઃ રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં આજે પ્રમુખપદ માટે એડવોકેટ એન. આર. જાડેજાએ ઉમેદવારી નોંધાવી હતી. હાલના એન. આર. જાડેજા જીલ્લા બાર એસો.માં  પ્રમુખ છે. તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્‍યકત કર્યો છે. પ્રમુખપદ માટે એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્‍યારે આ વર્ષે બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખ પદ માટે ૪ ઉમેદવારો મેદાનમાં છે. ડાબી બાજુની તસ્‍વીરમાં શ્રી જાડેજા ફોર્મ રજુ કરતાં જણાય છે. તેઓએ ૧ર.૩૯ના વિજયી મુહુર્તે જ ફોર્મ ભરવાનું મુનાસીબ માનેલ હોય બાજુની તસ્‍વીરમાં ઉમેદવારી કરવા આવેલા બકુલ રાજાણી સહિતના ઉમેદવારોએ પાંચ મીનીટ માટે બહાર રાહ જોવી પડી હતી.

(4:03 pm IST)