Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ફોજદારીના કેસમાં એક વર્ષથી નાસતો ફરતો રૂષીરાજ પકડાયો

ડીસીપી ઝોન-ર થી એલસીબીએ વોરંટની બજવણી કરી કોર્ટ હવાલે કર્યો

રાજકોટ તા. પઃ ફોજદારી કેસમાં છેલ્લા એક વર્ષથી સજાના વોરંટમાં નાસતા ફરતા શખ્‍સને ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમે પકડી લઇ કોર્ટ હવાલે કર્યો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા-ફરતા આરોપીઓ, બુટલેગરો, માથાભારે શખ્‍સો તથા નામદાર કોર્ટમાંથી બીનજામીન લાયક વોરંટ તથા નામદાર કોર્ટમાં સજા પેડલ હોઇ તેવા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવની સૂચનાથી ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્‍યારે હેડ કોન્‍સ હરપાલસિંહ જાડેજા અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામીને બાતમી મળતા ફોજદારી કેસમાં સજાના વોરંટમાં નાસતા ફરતા રૂષીરાજ પ્રવિણચંદ્રભાઇ કોઠારી (રહે. મહાવીર સદ્દગુરૂ બંગલો નં. ૩ર) ને પકડી લઇ વોરંટની બજવણી કરી કોર્ટ હવાલે કર્યા હતા આ કામગીરી પી.એસ.આઇ. આર. એચ. ઝાલા, હેડ કોન્‍સ. મૌલીકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી દ્વારા કરવામાં આવી હતી.

(4:07 pm IST)