Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

‘સીઝન્‍સ સ્‍કવેર ચેરીટેબલ ટ્રસ્‍ટ' દ્વારા ઓપન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સ્‍વરચિત કાવ્‍યપઠન સ્‍પર્ધા

રાજકોટઃસીઝન્‍સ સ્‍કવેર ચેરીટેબલ ટ્રસ્‍ટ કવિયિત્રીઓને પ્રોત્‍સાહન આપવા સ્‍વરચિત કાવ્‍ય પઠન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

સ્‍વરચિત કાવ્‍ય પઠન સ્‍પર્ધામાં ભાગ લેવા માટે તા.૬થી તા.૨૨ સુધીમાં એન્‍ટ્રી માટે ભુષિત શુકલ(મો. ૯૦૧૬૬ ૯૬૩૮૦) જોગીન પંડયા (મો.૯૫૫૮૯ ૩૧૮૨૪) નો સંપર્ક કરવો. સ્‍પર્ધકોને ફોર્મ મોકલાવ્‍યા બાદ ફોર્મ ભરી સાથે સ્‍વરચિત કાવ્‍ય પઠનનો વિડીયો (સમય મર્યાદા ચાર મીનીટ) તા.૨૨ સુધીમાં મોકલવાનો રહેશે. નિર્ણાયકો આવેલી એન્‍ટ્રીઓને ચકાસી ફાઇનલ રાઉન્‍ડ માટે સ્‍પર્ધકોની પસંદગી કરશે. ફાઇનલ રાઉન્‍ડ રાજકોટ ખાતે યોજવામાં આવશે. પ્રવેશ ફી નિઃશુલ્‍ક રહેશે. પુરૂષ અને મહિલા વિભાગમાં ત્રણ-ત્રણ સ્‍પર્ધકોને સંસ્‍થા દ્વારા શિલ્‍ડ આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(4:09 pm IST)