Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

નિવૃત્ત જવાનો દ્વારા બલનોઇ દિવસે શહીદોને સલામી

પાકિસ્‍તાન સામેના યુધ્‍ધમાં ડેલ્‍ટા કંપનીના ત્રણ ગુજરાતી જવાનો શહીદ થયા હતા

રાજકોટ તા. પ : નિવૃત્ત જવાનો દ્વારા રાજકોટમાં બલનોઇ દિને શહીદ વીરોને સલામી અપાઇ હતી. પાક. સામેના યુધ્‍ધમાં ત્રણ ગુજરાતી જવાનો વનરાજસિંહ ઝાલા, જુવાનસિંહ પટેલ, નાનજીભાઇએ વીરતાથી લડીને શહીદી વહોરી હતી.

આપણી બટાલીયન એટલે કે 9th બટાલીયન ધી રાજપુતાના રાઇફલ્‍સ પહેલી વખત વર્ડ વોર -૨ દરમ્‍યાન ૧ ફેબ્રુઆરી ૧૯૪૧ના રોજ નશીરાબાદમાં લે.કર્નલ ટોમ લીવીંગસ્‍ટનની કમાન્‍ડમાં ઉભી થયેલ હતી. વર્ડ વોર -૨ પછી ૧૯૪૫માં વિખેરી નાખવામાં આવી હતી.

ત્‍યારબાદ ૧ એપ્રિલ ૧૯૬૪ના રોજ લે.કર્નલ સી.સિલ્‍વાની કમાન્‍ડમાં દિલ્‍હી કેન્‍ટ ખાતે ફરી ઉભી કરવામાં આવેલ જેમાં ૫૦% જાટ, ૨૫% રાજપુત અને ૨૫% ગુજરાતીનો સમાવેશ કરવામાં આવેલ. આપણી બટાલીયને નીચે મુજબના ઓપરેશનમાં ભાગ લીધેલ છે. (૧) ઇન્‍ડો-પાક. વોર-૧૯૬૫ (૨) સિક્કિમમાં એપ્રિલ-મે ૧૯૬૭ દરમ્‍યાન ચાઇના સામે લડત લડેલ હતી. (૩) અમદાવાદમાં આઇ.એસ.ડયુટી-૧૯૬૮માં અમદાવાદ ખાતે આઇ.એસ.ડયુટી દરમ્‍યાન સારી કામગીરી કરેલ હતી. ખાસ કરીને ગુજરાતી કંપનીએ લો અને ઓર્ડર કાયમ કરવામાં તેમજ પરિસ્‍થિતીને કંટ્રોલ કરવામાં સારી કામગીરી કરેલ હતી. (૪) ઇન્‍ડો-પાક. વોર-૧૯૭૧ આ બાબતે આપ સહુ જાણીએ જ છીએ તેથી આ સમયે ને તાજો કરતા ટુંકમાં વર્ણન કરાયું હતું.

બટાલીયન જમ્‍મુ કાશ્‍મીરના પુંછ સેકટરમા ક્રીષ્‍ના ઘાટી ખાતે તેનાત હતી. તે સમયે ચાર્લી કમ્‍પની, કમ્‍પની કમાન્‍ડર મેજર (રીટાયર્ડ બ્રીગેડીયર) જે.કે.તોમર, વિર ચક્ર સાથે બલનોઇ સેકટરની (FDL) ફોરવર્ડ ડીફેન્‍સી લાઇન પર HQ 120 Inf Bdeની અન્‍ડરમાં તેનાત હતી. ૩/૪ ડિસેમ્‍બરની રાતે દુશ્‍મને FDL પોઇન્‍ટ ૪૬૮ અને ૪૬૮A પર હુમલો કરેલ. હુમલો હેવી આર્ટીલરી અને MMG ફાયરથી કરવામાં આવેલ હતો. તે વખતે કેપ્‍ટન (રીટાયર્ડ મેજર જનરલ) એન.બી.સિંહ સાહેબે ૧૦૬મીમી RCL GUN વડે હુમલો કરાવી દુશ્‍મની MMG ને શાંત કરી હતી. ત્‍યારબાદ ચાર્લી કંપનીના બહાદુર જાટ ભાઇઓએ FDL પોઇન્‍ટ ૪૬૮ અને ૪૬૮A પર એટેક કરી દુશ્‍મનોને ત્‍યાંથી ખદેડી ફરી કબજો કરેલ હતો. આ લડાઇમાં આપણો વિજય થયેલ અને લડાઇ દરમ્‍યાન ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ મેજર (રીટાયર્ડ બ્રીગેડીયર) જે.કે.તોમરને વિરચક્રથી સન્‍માનિત કરવામાં આવેલ અને રાઇફલમેન (રીટાયર્ડ સુબેદાર મજેર અને ઓનરરી કેપ્‍ટન) રામપાલને સેના મેડલથી સન્‍માનિત કરવામાં આવેલ અને આ બધાથી ઉપર આપણી બટાલીયન ને બેટલ ઓનર ડે તરીકે તારીખ ૫ ડિસેમ્‍બરના દિવસે બલનોઇ દિવસ તરીકે ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવેલ. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

(4:10 pm IST)