Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

૬૯ -રાજકોટ ૭૦-રાજકોટ-ગોંડલ-જેતપુર બેઠક ઉપર બૂકીઓનો ધુમ સટ્ટોઃ ચારેય બેઠકો ભાજપને આપે છે

૬૮-રાજકોટ તથા રાજકોટ ગ્રામ્‍યમાં ભાજપ-કોંગીના ઉમેદવારોના ભાવોમાં જબરી ઉથલ-પાથલ:ગારીયાધાર બેઠકમાં આપના સૂધીર વાઘાણી જીતશે તેવો બૂકીઓનો મત

રાજકોટ તા. પ : ગુજરાત બીજા તબકકાનું મતદાન ચાલૂ છે. દરમિયાન બૂકીઓએ ગઇકાલે ઉમેદવારો ઠીક થોડા વધૂ નવા ભાવો જાહેર કર્યા છે.

ટોચના બૂકી સૂત્રો ઉમેરી રહ્યા છે. કે ગુજરાતમાં ભાજપને કુલ ૧૮રમાંથી ૧૩૬ થી ૧૩૮ બેઠકો મળશે, કોંગ્રેસને ર૭ થી ર૯ તથા આપને ૮ થી ૯ બેઠકો સટ્ટાખોરો આપી રહ્યા છે.

બૂકીઓના મતે ૬૯- રાજકોટમાં ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહનો ભાવ ર પૈસાથી પ પૈસા, ૭૦-રાજકોટમાં ભાજપના રમેશભાઇ ટીલાળાનો ભાવ ૬ પૈસા-૧૦ પૈસા, ગોંડલ ગીતાબા જાડેજા બેઠકનો ભાવ  ૧૦ પૈસા-૧પ ,ૈસા, જેતપુર ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાનો ભાવ ૩ પૈસા-૬ પૈસા છે, અને આ ચારેય બેઠક ઉપર ધૂમસટ્ટો લાગ્‍યો છે.

રાજકોટની બે બેઠક ૬૮-બેઠક ઉપર ભાજપના ઉદય કાનગડ, અને કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજયગુરૂ સામ સામે છે, આ બંનેના ભાવોમાં દરરોજ જબરી ઉથલ-પાથલ થઇ રહી છે., આજે ઉદયનો ભાવ ૮પ પૈકી સામે ઇન્‍દ્રનીલનો ભાવ ૧ રૂપિયો પ પૈસા બોલાયો છે, આ ઉપરાંત ૭૧- રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાનો ભાવ પણ ૯પ પૈસા આજે બોલાયો હતો. બૂકીઓ ગારીયાધાર બેઠક આપને આપી રહ્યા છે, આપના ઉમેદવાર સુધીર વાઘાણીનો ભાવ રર પૈસા અને ૩૦ પૈસા બોલાયો છે

(4:12 pm IST)