Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

યુનાઈટેડ કેર હોસ્પિટલમાં 'શ્રી છત્રસાલ' ડાયાલીસીસ વિભાગનો પ્રારંભ

કીડનીના દર્દીઓની સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે સારવારઃડો.જીગ્નેશ મેવા

 

રાજકોટ : શ્રી કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઈટેડ કેર હોસ્પિટલમાં 'શ્રી છત્રસાલ' ડાયાલીસીસ વિભાગનું લોકાર્પણ આચાર્ય ૧૦૮ કુષ્ણમણીજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું. પ્રસંગે યોજાયેલા મહા રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસે શ્રી કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિસ્ટ યુનાઈટેડ કેર હોસ્પીટલમાં રવિવારે સ્વાસ્થય સેવાયજ્ઞના ભાગરૃપે બે પ્રવૃત્ત્િ। કરવામાં આવી.પ્રથમ 'શ્રી છત્રસાલ' ડાયાલીસીસ વિભાગનું લોકાર્પણ નવનત પૂરી ધામ જામનગર આચાર્ય કુષ્ણમણી મહારાજના હસ્તે કરવામાં આવ્યું. રોટરી કલબ ઓફ રાજકોટ, છત્રસાલ યુવક મંડળ અને ઉમિયા સેવા પ્રગતિ મંડળના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ રકતદાન કેમ્પમાં રાજકોટ રૃરલ માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળાના પી.આઈ યુવરાજસિંહ સરવૈયા, આર. ડી. ઝાલા હોર્સ રાઈડીંગ કલબના સભ્યો રિતેશ પંડ્યા, સચિન મણિયાર, યોગેશ ભાલાળા, શૈલેષ હરસોડા,દિગ્વિજયસિંહ ઝાલા,નિરજભાઈ વ્યાસ સહીત રકતદાતાઓએ સેવાયજ્ઞમાં ભાગ લઇ રકતદાન કર્યું. કાર્યક્રમમાં કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, છત્રસાલ યુવક મંડળના પ્રમુખ કિરીટભાઈ કપુપરા, નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના ગોવિંદભાઈ હરસોડા, અરવિદ સોલંકી,ઉમિયા સેવા પ્રગતિ મંડળના પ્રમુખ ચારોલા સાહેબ, નિવૃત ડી.વાય.એસ.પી નાયકપર, ઉદ્યોગપતિ સંજય ટીલાળા સહીત ઘણા સેવાભાવી વ્યકિતઓએ હાજરી આપી હતી. છત્રસાલ ડાયાલીસસ વિભાગ શરુ થતા નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ,સેન્ચ્યુરી હોસ્પિટલ, વિદિતઙ્ગ હોસ્પિટલ,ગેલેકસી હોસ્ટેલ ગ્રુપ, એમ.એમ. હાઈડ્રોલિક,તીર્થરાજ સિલ્વર આર્ટ, વી.વી.પટેલ, જય ખોડીયાર મશીન ટુલ્સ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી. યુનાઈટેડ કેર હોસ્પિટલ તદન રાહતદરે સ્વસ્થય સેવાઓ અવિરત આપી રહ્યા છે. જયાં દરેક પ્રકારની ઈમરજન્સી, આઈસીયુ, ઓપરેશન થીયેટર, નિષ્ણાત તબીબોનીં સુવિધા ઉપલબ્ધ છે. યુનાઈટેડ કેર હોસ્પીટલના મેનેજીગ ડાયરેકટર ડો. જીગ્નેશ મેવાએ જણાવ્યું હતું કે છત્રસાલ ડાયાલીસીસ વિભાગમાં કીડનીના દર્દીઓના ડાયાલીસીસ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે નેફ્રોલોજીસ્ટની સલાહ મુજબ કરવામાં આવશે.જેથી દર્દીઓના કોસ ઇન્ફેકશન કે બ્લડ બોર્ન ઇન્ફેકશન ન લાગે અને ડાયાલીસીસ કરવાની જરૃરિયાત પણ ઓછી રહે છે.

(4:28 pm IST)