News of Monday, 6th February 2023
ચંદન જેવુ જીવન જીવી ગયા, સર્વત્ર સૌરભ મહેકાવી ગયા
સ્વ. વીણાબેન ગણાત્રાને સુશીલાબેન શેઠ, વી.પી.કાછેલા, કિરીટ સોલંકી, અર્જુન મોઢવાડિયા, મહેશ જોષી, પ્રદીપ ખીમાણી, તેજશ્રીબેન પટેલ વગેરેની શ્રધ્ધાંજલી
કિરીટ પટેલ, ગોવિંદસિંહ ડાભી, વિજય કારિયા, સામતભાઇ જેબલિયા, કિરણબેન ચંદારાણા, દીપક જાની, વિજય જાની, ગિરીશ પટેલ, પટેલ સેવા સમાજના અરવિંદભાઇ છગનભાઇ પટેલ, મહેશ પંડયા, આર્યસમાજ જામનગર વગેરેએ શોક સંદેશ પાઠવ્યા

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનનો દેહવિલય થતાં વિવિધ ક્ષેત્રના ટોચના અગ્રણીઓ તેમજ નામાંકિત સંસ્થાઓ દ્વારા શોક સંદેશા પાઠવી દુઃખની લાગણી વ્યકત કરવામાં આવી છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, અમદાવાદના સાંસદ ડો. કિરીટભાઇ સોલંકી, પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, પટેલ સેવા સમાજ સ્પીડવેલ પાર્ટી પ્લોટના અરવિંદભાઇ છગનભાઇ પટેલ, લોહાણા સ્થાપિત મહિલા વિકાસગૃહના રામકુમાર બચ્છા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા, જૂનાગઢના જલારામ પરિવાર ટ્રસ્ટના પ્રો. પી.વી.ઉનડકટ, લાઇફ પ્રોજેકટના ચંદ્રકાંત કોટીચા - શિતલ કોટીચા - શાહ, ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ડો. કૃષ્ણકુમાર મહેતા, રાજકોટ જિલ્લા પેન્સનર અને સીનિયર સીટીઝન સમાજના પ્રમુખ એમ.એ.પંજા, ભાગવતાચાર્ય રતીભાઇ પુરોહિત, દિવ્ય કેસરી સમાચાર પત્રના પરેશ દાવડા, સ્વામી શ્રી પ્રણવાનંદજી ટ્રસ્ટના કૌશિકકુમાર છાયા અને શ્રીમતિ નયનાબેન જોશીપુરા, શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજ રાજકોટના પ્રમુખ પ્રમોદભાઇ પારેખ અને મંત્રી જયેશ કનુભાઇ ધ્રુવ, ફિલીંગ્સ મલ્ટીમિડીયા લિ.ના સીએમડી અતુલ શાહ, મોરબીના મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય સી. જાની, માણાવદરના ગીરીશ પટેલ, આમરણના રીપોટર મહેશ પંડયા, જામનગર આર્ય સમાજના પ્રમુખ દિપક ઠક્કર અને મંત્રી મહેશ રામાણી તથા આચાર્ય પી.એન.રૂપડિયા અને એસ.એન.મોતીવરસે શ્રધ્ધાંજલિ પાઠવી છે.
ઉપરાંત રાજકોટની જી.ટી.શેઠ હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. સુશીલાબેન શેઠ અને એમ.ડી. વી.પી.કાછેલા, ભાલ નળકાંઠા ખાદીગ્રામ ઉદ્યોગ રાણપુર (બોટાદ)ના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી, લોકગાયક અભેસિંહ રાઠોડ, બોટાદના ગૌ રક્ષક સામતભાઇ જેબલિયા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના પીનાકી નાનકભાઇ મેઘાણી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કિરણબેન ચંદારાણા, હળવદના પત્રકાર દિપક જાની, રાજકોટના રઘુવંશી અગ્રણી વિજય કારીયા, જૂનાગઢ ભાજપના અગ્રણી પ્રદીપ ખીમાણી અને ખીમાણી પરિવાર વગેરેએ દુઃખની લાગણી વ્યકત કરતા શોક સંદેશ પાઠવ્યા છે.
(12:08 pm IST)