Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અકસ્‍માતમાં ઘાયલ યુવાનની એક લાખની મત્તા ૧૦૮ની ટીમે સગાને સોંપી

રાજકોટઃ રવિવારે સાંજે રાજકોટથી ૮ કિલોમીટર દૂર ધમલપર રોડ પર બાઇક સવારને અકસ્‍માત નળતાં ત્‍યાંથી પસાર થઇ રહેલા સોહિલભાઇએ ૧૦૮ને જાણ કરતાં ગ્રીનલેન્‍ડ ચોકડી લોકેશનની ૧૦૮ના પાઇલોટ રવિભાઇ નિમાવત અને ઇએમટી ડો. ભાવેશભાઇ વાઢેર ત્‍યાં પહોંચ્‍યા હતાં અને ઘાયલ થયેલા લાલજીભાઇ કુમારખાણીયાને તાકીદે સિવિલ હોસ્‍પિટલે પહોંચાડયા હતાં. તેમની પાસેથી મળેલી રોકડ રકમ, સોનાનો ચેઇન, ચાંદીની લક્કી, એન્‍ડ્રોઇડ ફોન મળી એક લાખથી વધુની મત્તા તેમના ભાઇ શૈલેષભાઇને બોલાવી સુપરત કરી હતી.

(5:12 pm IST)