Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવના જન્‍મોત્‍સવ નિમિતે બુધવારે વિશાળ શોભાયાત્રા : બે દિવસ મહાપ્રસાદ

રાજકોટ તા. ૬ : મહેશ્વરી સમાજના ઇષ્‍ટદેવ શ્રી ધણીમાતંગ દેવની ૧૨૭૦ મી જન્‍મ જયંતિની ઉજવણી નિમિતે રાજકોટમાં તા. ૮ ના બુધવારે વિશાળ શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે આયોજન અંગેની વિગતો વર્ણવતા મહેશ્વરી સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે દાદાના જન્‍મોત્‍સવ નિમિતે તા. ૮ ના બુધવારે સવારે ૮.૩૦ વાગ્‍યે ગણેશ મંદિર, ગણેશનગર, મોરબી રોડ, જુના જકાતનાકા ચોક ખાતેથી શોભાયાત્રા પ્રસ્‍થાન પામશે.

જે નિરધારીત રૂટના મુખ્‍ય માર્ગો ઉપર ફરી ગણેશ મંદિર, જયપ્રકાશનગર, ભગવતીપરા ખાતે પુર્ણાહુતિ પામશે. બાદમાં બપોરે ૧૨ વાગ્‍યે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. તેમજ બીજા દિવસે તા. ૯ ના બપોરે ૧૨ વાગ્‍યે પણ મહાપ્રસાદ રાખેલ છે. બન્ને દિવસના મળીને ૧૨૦૦ થી વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરે તેવી વ્‍યવસ્‍થા કરાઇ છે.

મહેશ્વરી સમાજ દ્વારા પોષ વદ ચોથથી આ વ્રતનો આરંભ થાય છે અને આખો મહીનો રાખવામાં આવે છે. ત્‍યારે ધણી માતંગ દાદાની જન્‍મ જયંતિ અને માઘ મહિનાના ઉત્‍સવને લઇને રાજકોટના મહેશ્વરી સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્‍ત મહેશ્વરી સમાજના પ્રમુખ પુનમભાઇ નારાયણભાઇ ઘેડા, ઉપપ્રમુખ ભાવેશભાઇ ગંગાજીભાઇ વિસરીયા (મો.૯૭૧૪૫ ૫૭૬૬૭) માધસ્‍નાન વ્રતધારીઓ સર્વશ્રી ગામ ઘોર ધર્મગુરૂ હીરાભાઇ જુમાભાઇ માતંગ, ગામ મારાજ ધર્મગુરૂ શ્રી કાનજીભાઇ પી. ઘોરીયા, હરમૈસર ધર્મગુરૂ મહેશભાઇ જખરાજભાઇ માતંગ, મુખી વત્રતધારી હિંમતભાઇ ખેતશીભાઇ દેવરીયા, વ્રતધારી લક્ષ્મણભાઇ જરાજભાઇ માતંગ, પુનભાઇ નારણભાઇ ઘેડા, મોહનભાઇ શામજીભાઇ થારૂ, વિકકીભાઇ ધનજીભાઇ આયડી, દિપક જેઠાલાલ સુંઢા, મેહુલ ગાંગજીભાઇ વિશરીયા,  ભાવેશ ગાંગજીભાઇ વિશરીયા, નિલેશ દેવશીભાઇ વિશરીયા, સમીર જેસંગભાઇ કોચરા, ભરત જેઠાલાલ સુંઢા, રવિન્‍દ્ર દેવરાજભાઇ દનીચા, રાજા લક્ષ્મણભાઇ માતંગ, કબીર બાબુભાઇ ફમમા, દિપક ધનજીભાઇ આયડી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:11 pm IST)