Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૩૧૧ બોર્ડ-બેનરો ઉતારાયા : ૩૦ રેકડી-કેબીનના દબાણો હટાવાયા

મનપાની દબાણ હટાવ શાખાનો સપાટો ૬૦ કિલો શાકભાજી-ફળ જપ્‍ત : ૧.૪૦ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ,તા.૬ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જે અન્‍વયે રસ્‍તા પર નડતર રૂપ ૧૮ રેકડી તે નંદનવન રાણી ચોક, જલજીત મેઈન રોડ, હુડકો પોલિસ ચોકી સામેથી, મોચીનગર,રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી  અન્‍ય ૧૧ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્‍ત કરવામાં આવી જે છોટુનગર, પોસ્‍ટ ઓફિસ સામે, જ્‍યુબેલી, હોસ્‍પિટલ ચોક, જામનગર રોડ, બજરંગવાડી, એ.જી.ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી,

જ્‍યારે ૬૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને કોર્ટ ચોક પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૧,૧૩,૩૦૦/-નો વહીવટી ચાર્જ સંતકબીર રોડ, સેટેલાઈટ ચોક, જય જવાન જય કિશાન ચોક, કનક રોડ, બસ સ્‍ટેન્‍ડ પાછળ રોડ,  રેલનગર, ટાગોર રોડ, નાના મૌવા રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૩૨,૭૦૦/- યુનિ.રોડ, સંતકબિર રોડ પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો.

 ઉપરાંત ૩૧૧ બોર્ડ-બેનર તે પેડક રોડ, ક્રુષ્‍ણનગર મેઈન રોડ, ગોકુલધામ રોડ,ટાગોર  રોડ,  જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, પરથી જપ્ત કરવામા આવ્‍યા હતા.

(4:33 pm IST)