Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજકોટ લાઈવ રેડીયોમાં સાંજે લતાદીદીનો કાર્યક્રમ

રાજકોટ : સ્‍વર કિન્નરી લતા મંગેશકર ની પ્રથમ પુણ્‍યતિથી નિમિતે આજે ફેસબુક રેડીયો ચેનલ રાજકોટ લાઈવ રેડીયો પર રાત્રે ૯ કલાકે એક વિશેષ કાર્યક્રમની પ્રસ્‍તુતિ દિનેશ બાલાસરા કરશે. લતાજી એ કે.એલ. સાયગલ, જી.એમ. દુરાની, સુબીર સેન, ચિતલકર, તલત મહેમુદ જેવાં ગાયકો સાથે ગાયેલા યાદગાર ગીતો દ્વારા લતાજીને શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવશે.દેશના દરેક રાજ્‍યોના શ્રોતામિત્રો દ્વારા મળેલી વોટ્‍સએપ ફરમાઈશનો સમાવેશ કરવામાં આવશે. ફેસબુક પર આજે રાત્રે ૮.૫૫ કલાકે દિનેશ બાલાસરા ઓફીસિયલ પેજ સર્ચ કરીને સંગીતપ્રેમીઓ આ કાર્યક્રમ સાંભળી શકશે.  (મો.૯૦૬૭૫ ૧૯૭૭૬)

(4:39 pm IST)