Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજકોટમાં છરી સાથે સાત અને નશો કરી વાહન લઇ નીકળનારા છ પકડાયા

રાજકોટ,તા. ૬ : શહેરના અલગ અલગ વિસ્‍તારમાં પોલીસે પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ દરમ્‍યાન ખુલ્લે આમ છરી લઇને નીકળનારા સાત અને નશો કરી કાર તથા ટુ-વ્‍હીલર લઇને નીકળનારા છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્‍તારમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં પેટ્રોલીંગ દરમ્‍યાન એ-ડીવીઝન પોલીસે રામનાથપરા પાસે ભવાનીનગરમાંથી છરી સાથે રાજેશ પોપટભાઇ ચૌહાણ, બી-ડીવીઝન પોલીસે રણછોડનગર શેરી નં. ૪માંથી ભાવેશ ગોરધનભાઇ લુણાગરીયા, કુવાડવા રોડ લાતી પ્‍લોટ શેરી નં. ૧૧ પાસેથી બાબુ દુદાભાઇ રાઠોડને અને ભગીરથ સોસાયટી શેરી નં. ૧/૧૦માંથી નિશાલ અનીલભાઇ વીસપરાને છરી સાથે તેમજ માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ પી.ડી.માલવીયા કોલેજ પાસેથી વિજય દિલીપભાઇ ડાભીને છરી સાથે તથા ક્રાઇમ બ્રાંચે વેલનાથ પરા લાપાસરી રોડ પરથી વિશાલ મુકેશભાઇ દેગામાને તથા રેસકોર્ષ ફનવર્લ્‍ડની બાજુામં ગ્રાઉન્‍ડમાંથી સોયબ સીદીકભાઇ સમાને છરી સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્‍યારે વાહન ચેકીંગ દરમ્‍યાન કાર અને ટુ-વ્‍હીલર લઇને નિકળનારા પણ ઘોંસ બોલાવી એ -ડીવીઝન પોલીસે હરીહર ચોક પાસેથી સ્‍કુટી સાથે હિરેન રમેશ ચંદ્રભાઇ શાહ, લીમડા ચોક શાષાીમેદાન પાસેથી જયેશ નવનીતભાઇ ચાવડાને નશો કરેલી હાલતમાં પકડી લીધા હતા.જ્‍યારે બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ પરથી કિશોર ઉર્ફે ટીકુ જસમતભાઇ કલોલા જૂના માર્કેટીંગ યાર્ડ પાસેથી ફિરોઝ નુરૂભાઇ સમા, માલવીયાનગર પોલીસે કૃષ્‍ણનગર મેઇન રોડ ગોકુલધામ, આર.એમ.સી. કવાર્ટર પાસેથી નરેશ છગનભાઇ પિત્રોડા, જ્‍યારે તાલુકા પોલીસે મોટામવા સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસેથી તેજપાલ રાજેશભાઇ ઇસરાણીને નશો કરી કાર લઇને નિકળતા પકડી લઇ કાર્યવાહી કરી હતી.

 

(5:12 pm IST)