Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જંત્રી વધારાથી હજારો લોકોને રોજગારી પૂરી પાડતી ઇન્‍ડસ્‍ટ્રીઝ ઉપર વ્રજઘાત

ઇન્‍કમટેક્ષના પ્રશ્નો ઉભા થશે : કેપીટલ ગેઇનનો મોટો પ્રશ્ન ઉદ્‌ભવ્‍યો : બેરોજગારીમાં ભારે વધારો થશે : રાજકોટ બાર એસો.નું કલેકટરને આવેદન : સ્‍ટેમ્‍પ ડયુટી ઓછી રાખો : રેવન્‍યુ સર્વે નંબર મુજબ જંત્રી નક્કી કરો : જંત્રી ફાઇનલ કરતા પહેલા સૂચનો મંગાવો

રાજકોટ બાર એસો.એ આજે જંત્રીના વધારાના વિરોધમાં કલેકટર કચેરીએ વિસ્‍તૃત આવેદન પાઠવ્‍યું હતું.

રાજકોટ તા. ૬ : રાજકોટ રેવન્‍યુ બાર એસો.એ નાયબ કલેકટર સ્‍ટેમ્‍પ ડયુટીને આવેદન પાઠવી નવી આવેલ જંત્રી અંગે વિસ્‍તૃત રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકારે કોઈપણ પ્રકારના સર્વે વગર નોટબંધીની જેમ અવિચારી, તર્કસંગત વગરની જંત્રી વધારવામાં આવી છે ત્‍યારે તેની અસરોનો અભ્‍યાસ કર્યા વગર રીઅલ એસ્‍ટેટ તેમજ તેની સાથે પત્‍યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ લોકો ઉપર મરણતોલ ફટકો પડશે.જયારે હજુ નોટબંધી, જીએસટી તેમજ કોરોનામાંથી માંડ માંડ રીઅલ એસ્‍ટેટ દોડતું થયેલ ત્‍યાંજ સરકાર દ્વારા ડબલ ડોઝ રૂપી જંત્રી વધારાથી હજારો લોકોને રોજગારી પુરી પાડતી ઈન્‍ડસ્‍ટ્રીઝ ઉપર વજ્રઘાત સમાન પગલાથી ભવિષ્‍યમાં દુરોગામી અસર પડશે.

(૧) જંત્રી વધવાના કારણોસર જે દસ્‍તાવેજો તૈયર થઈ ગયા છે અને એપોઈન્‍ટમેન્‍ટ લેવાઈ ગઈ છે તેમા ફરીથી સ્‍ટેમ્‍પ વધારાના લેવા પડશે,વેચનારને નવા ચેક આપવા પડશે તેમજ ફરીથી દસ્‍તાવેજ કરવાનો ખર્ચ વધશે.

જુના સોદામાં, ડેવલ્‍પમેન્‍ટ એગ્રીમેન્‍ટમાં ઈન્‍કમટેક્ષના પ્રશ્‍નો ઉભા થશે.

(૪) જંત્રી વધવાના કારણોસર મોટા પ્રમાણમાં કેપીટલ ગેઈન ભરવાનો મોટો પ્રશ્‍ન ઉભો થશે.જે કારણોસર એકબાજું સ્‍ટેમ્‍પ ડયુટી તેમજ કેપીટલગેઈન ભરવાનો બોજો ખરીદનાર વેચનારની ઉપર આવશે જેથી રીયલ એસ્‍ટેટ રોકાણકારોમાં હાથ ઉપર રૂપીયો ઓછો રહેશે.

જંત્રીના ભાવ વધારાથી કોઈપણ મિલ્‍કતમાં ભાવ વધશે જે કારણોસર લોકોને મિલ્‍કત ખરીદ શકતી ઘટશે, તે કારણોસર બાંધકામ ઓછુ થાશે અને તેના કારણોસર તે સાથે સંકળાયેલ તમામ ધંધાની સપ્‍લાઈ ચેઈન ઉપર અસર કરશે અને બેરોજગારીમાં વધારો થશે.અને ગરીબ લોકો વધારે ગરીબ થાશે.

છેલ્લા છ મહિનામાં મોટી મિલ્‍કતના સોદાના દસ્‍તાવેજો બાકી હોય તેમા કેન્‍સલ થવાના અને તે કારણોસર વિવાદ અને કોર્ટકેસ થવાના પુરા શકયાતો છે.

સદરહું જંત્રી વધારાના કારણોસર જે ખેડુતો પાસે નવી શરતની જમીન ધરાવે છે તે જુની શરતમાં ફેરવીને પ્રિમીયમ ભરવા જાય ત્‍યારે ડબલ જંત્રી થઈ જવાના કારણોસર, ખેડુત પાસે બેંકમાં તેટલી રકમ ભરવાની ક્ષમતાના અભાવે તેઓને જમીન વેચાણ જ કરવી પડે અને આવા ખેડુત કયારેય ખેતીની જમીન બિનખેતી ના કરાવી શકે તેવી પરિસ્‍થીતીનું નિર્માણ થશે.

માંગણીઓ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ગરીબ માણસો ઘરનું ઘરમળે અને કોઈપણ ગરીબ માણસ મકાન વગર ના રહે તે માટે પ્રયત્‍નશીલ હોય, ત્‍યારે ગુજરાત સરકાર નાના માણસ પ્રત્‍યે સંવેદનશીલ બને અને એફોર્ડેબલ મકાનની સ્‍ટેમ્‍પ ડયુટી ઓછામાં ઓછી રહે તેવા પ્રયત્‍નો કરવા જોઈએ.

જંત્રી નકકી કરતા પહેલા જંત્રી પ્રથમ સીટી સર્વે નંબર મુજબ, તે ના હોય તો ટી.પી. એફ.પી. મુજબ અને તે પણ ના હોય તો રેવેન્‍યું સર્વે નં. મુજબ જંત્રી નકકી કરવી જોઈતી હતી, જેથી કરીને ભવિષ્‍યમાં હકક ચોકસી ના થયેલ હોય અને ટી.પી સ્‍કીમ ના હોય તો જંત્રી બાબતે પશ્‍નો રહે ,હાલની જંત્રીમાં જંત્રી બુકમાં ઘણાં વેલ્‍યુ ઝોનમાં જંત્રી બોક્ષ બ્‍લેન્‍ક આપેલ છે, જેથી દસ્‍તાવેજ નોંધવનારને ઘણી મુશ્‍કેલીઓ ઉભી થાય છે જે ભવિષ્‍યમાં ન બને તેની કાળજી રાખવી જોઈએ

હાલમાં, વારસાઈ મિલ્‍કતમાં વારસદારોને આપવામાં પુરી સ્‍ટેમ્‍પ ડયુટી લેવામાં આવે છે ખરેખર આવા વ્‍યવહારો કોઈપણ અવેજ વગરના હોય છે અને માત્ર કૌટુંબિક વહેંચણીનો ભાગ હોય છે તેમા વેચાણ વ્‍યવહાર ન હોય, તર્કસંગત સ્‍ટેમ્‍પ ડયુટી રાખવી જરૂરી બને છે.

હાલની જંત્રીમાં એક જ એરીયામાં ભાવમાં મોટી અસમાનતા હોય, તે દુર કરીને વાસ્‍તીવક જંત્રી બનાવવી તેવાં પ્રયત્‍નો કરેલ નથી.

જંત્રી ફાઈનલ કરતા પહેલા એકવાર કાચી જંત્રી બુક દરેક સબ-રજીસ્‍ટ્રારમાં આપીને તે અંગે કંઈ પણ ક્ષતી હોય તો તે અંગેના સુચનો મંગાવી અને ક્ષતી દુર કરીને પછી જ અમલવારી કરવા આપને સુચન છે.

ઘસારા માટે બાંધકામ પરવાનગી અથવા તો જુના બાંધકામ વાળી મિલકતનો દસ્‍તાવેજ અથવા તો જુનુ વેરાબિલ,ઈલેકટી્રક બિલનું રિલિઝ સર્ટીફીકેટ ચલાવી શકાય તેવી જોગવાઈ કરવી તેમજ ઘસારા માટે અન્‍ય કયો પુરાવો મુકી શકાય તેની સ્‍પષ્‍ટતા કરવી. તેમજ પ્રવર્તમાન સમય મુજબ ઘસારાનો દર પણ વાર્ષિક ર% કરવો.

હાલની જંત્રીમાં બાંધકામના ભાવો ઉંચા હોય તેમજ રહેણાંક અને ઈન્‍ડસ્‍ટ્રીયલ ના ભાવો વચ્‍ચે પણ મોટી વિસંગતતા હોય તેને તર્કબઘ્‍ધ કરવા.

ખેતીની વારસાઈ જમીનમાં હકક જતો કરવાના કેસમાં હાલમાં પણ આર્ટીકલ- ર૦ મુજબ સ્‍ટેમ્‍પ ડયુટી લેવામાં આવતી હોય, જયારે સરકારના પરીપત્ર મુજબ માત્ર રૂ.૩૦૦માં જ હકક જતો કરવાની જોગવાઈ હોય, તે અંગે એકરૂપતા રાખવા સુચન છે.

આવેદન દેવામાં પ્રમુખ આર.ટી.ઓ. કથીરીયા, સેક્રેટરી વિજય તોગડીયા તથા અન્‍ય અગ્રણી વકિલો જોડાયા હતા.

 

(4:16 pm IST)