Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ કચેરી મુલાકાતીઓ માટે બંધ

ફોન-વોટસઅપથી પ્રશ્નો મોકલોઃ ખાસ જરૂરી હોય તો આવવા માટે ટેસ્ટ ફરજીયાત

રાજકોટ તા. ૬ :.. જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં મુલાકાતીઓ માટે તા. પ થી ૧પ એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્રમુખ ભુપત બોદર અને ડી. ડી. ઓ. અનિલકુમાર રાણાવાસિયાએ આ અંગે સંયુકત હુકમ કર્યો છે. સંક્રમણ રોકવા આ પગલુ લેવામાં આવેલ છે. કચેરીના દ્વારે તકેદારી વ્યવસ્થા કરાયેલ છે.

હુકમમાં જણાવાયુ છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મુલાકાતીઓ, નાગરીકો, અરજદારોએ તા. પ થી ૧પ એપ્રિલ સુધી જિલ્લા પંચાયત કચેરી અને ગ્રામ વિકાસ એજન્સીની કચેરીની મુલાકાત ન લેવી., મુલાકાત લેવી અત્યંત આવશ્યક હોય તો ફોન નં. ૦ર૮૧ ર૪૭૬૦રર તથા વોટસઅપ નં. ૯૦૩૩૩ ૦૦૧રપ (પ્રમુખ) ઉપર ફોન કરી સોમવાર અને ગુરૂવારની એપોર્ટમેન્ટ મેળવી કચેરી ખાતે રેપીડ ટેસ્ટ કરાવીને જ આવવું.

(3:16 pm IST)