Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મવડીથી વાહન ચોરી ૨૦ દિવસથી ફેરવતો સિકયુરીટી ગાર્ડ પકડાયો

માલવીયાનગર પોલીસ મથકના ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૬: વાહન ચોરીનો વધુ એક ગુનો ડિટેકટ થયો છે. ગોકુલધામ આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૪૬માં રહેતાં હિતેષ કાળુભાઇ સડાત (ઉ.૨૦) નામના શખ્સને માલવીયાનગરના કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી ગોકુલધામ રોડ ડાલીબાઇ કન્યા છાત્રાલય પાસેથી રૂ. ૩૦ હજારના ચોરાઉ બાઇક સાથે પકડી લેવાયો છે.

તેણે આ બાઇક વીસ દિવસ પહેલા જ મવડી ગામમાં૦થી ચોરી કર્યાનું કબુલ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના મુજબ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, રોહિતભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો હિતેષ સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. વાહન ન હોઇ ફેરવવા માટે ઉઠાંતરી કર્યાનું રટણ તેણે કર્યુ હતું.

ભકિતનગર સર્કલ પાસેથી નશો કરી વાહન હંકારતા બે પકડાયા

દારૂ પી વાહન હંકારતાં બે શખ્સો ઢેબર રોડ મિલપરા-૬માં કૈલાસ ભવન ખાતે રહેતાં અતુલ નટવરલાલ કારેલીયા (ઉ.૪૫) તથા કાલાવડ રોડના ઇશ્વરીયા ગામમાં રહેતાં મનિષ વિનોદભાઇ લીંબાસીયા (ઉ.૩૦)ને વાહન ચેકીંગ દરમિયાન ભકિતનગર સર્કલ પાસેથી પકડી લેવાયા હતાં. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમના આર. જે. કામળીયા, ભાનુભાઇ, ફિરોઝભાઇ, રણજીતસિંહ સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(3:17 pm IST)