Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ભાટીયા યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પ : ૨૨૦ લોકોએ લીધો લાભ

રાજકોટ : મહાનગરપાલિકાના સહયોગથી ભાટીયા યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પ જ્ઞાતિ-ધર્મના ભેદભાવ વગર યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૨૦ લોકોએ કોરોના સામેની રસી મુકાવી હતી. ભાટીયા બોર્ડીંગ ખાતે યોજાયેલ આ કેમ્પમાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, કલબ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઇ ફળદુ, વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર, ભાજપ મહામંત્રી રાજુભાઇ દરીયાનાણી, યુવા મહામંત્રી પરાગભાઇ કોટક, મહીલા અગ્રણી વર્ષાબેન કકકડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વધુને વધુ લોકોએ રસીકરણ કેમપનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમગ્ર રસીકરણ કેમ્પને સફળ બનાવવા ભાટીયા મહીલા મંડળ, કાઠીયાવાડ ભાટીયા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીઓ, હરીદાસ નરભેરામ આશર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, માણેકબાઇ ભાટીયા મહાજનવાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હેમુભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:22 pm IST)