Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

આગામી દિવસોમાં બહુમાળી ચોક-એ.જી ચોક-ચુનારાવાડ ચોક ઝળહળશે : હાઇમાસ્ટ લાઇટ મુકાશે

મ.ન.પા.ના બજેટને આવકારતા રોશની સમિતિ ચેરમેન જયાબેન ડાંગર

રાજકોટ,તા. ૬: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૨૧/૨૨નું બજેટ આવકારતા જણાવેલ કે ચાલુ વર્ષમાં નવા વિસ્તાર તેમજ શહેરમાં રોશની વિભાગમાં જે જોગવાઈ કરેલ છે. તે બદલ મેયર ડો. પ્રદિપ આર. ડવ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શાશકપક્ષના નેતા વિનુભાઈ ઘવા તથા શાશકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા સ્ટેન્ડિંગ કમીટીના સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો. વર્ષ ૨૦૨૦/૨૧માં રોશની સમિતિ દ્વારા થયેલી  કામગીરી વિશે જણાવતા કહ્યું કે રાજકોટના વિવિધ વોર્ડ તેમજ જાહેર જગ્યાઓ પર લાઇટિંગનુ કામ ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવ્યું હતુ જેમાં વોર્ડ નં.૨માં આવેલ વંદન વાટિકા ગાર્ડન ખાતે રૂ.૨.૩૫ લાખના ખર્ચે લાઈટિંગ કામ, સંજય નગર રોડ પર ૨૦ લાખના ખર્ચે લાઈટિંગ કામ ચાલુ છે તેમજ રેસકોર્સમાં આવેલ વિવિધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં પણ રૂ.૧૧લાખના ખર્ચે લાઈટિંગ કામ કરવામાં આવ્યું છે.

વધુ જયાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી વર્ષ ૨૦૨૧/૨૨ દરમિયાન પણ રોશની સમિતિ દ્વારા ઉત્કૃષ્ઠ તેમજ ઝડપી કામગીરી થવાની છે જેમાં વિવિધ વોર્ડમાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ડીવાઈડર તૈયાર થયા બાદ સેન્ટર એલ.ઈ.ડી લાઇટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં પશ્યિમ ઝોનમાં વોર્ડ નં.૧૦માં એ.જી.ચોક, મધ્ય ઝોનમાં વોર્ડ નં.૦૨મા બહુમાળી ભવન ચોક ખાતે તથા પૂર્વ ઝોનમાં વોર્ડ નં.૧૬ ખાતેના ચુનારવાડ ચોક ખાતે માળી કુલ ૩ જગ્યાએ રૂ.૧૦.૩ લાખનાખર્ચે એલ.ઈ.ડી. હાઈમાસ્ટ લાઈટો મુકવાની કામગીરીની ટેન્ડર પ્રકિયા પૂર્ણ થયેલ છે જે કામગીરી ટુક સમયમાં હાથ ધરવામાં આવશે.

આ સાથે અંતમાં જયાબેન ડાંગરે કહ્યું હતું કે આગામી વર્ષમાં રોશની સમિતિ દ્વારા પૂરજોશમાં કામગીરી થશે તેમજ રાજકોટનો વિકાસ એજ ધ્યેય છે તેવી કટિબદ્ઘતા સાથે સમગ્ર માહિતી આપી હતી.

(3:59 pm IST)