Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

જીવીકો કર્મચારી કો. ઓપ. ક્રેડીટ સોસાયટી દ્વારા વેકસીનેશન કેમ્પ યોજાયો

સૌથી વધુ લોકોએ લાભ લીધોઃ મેયર, ડે. મેયર એલઆઇસીના એસડીએમ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા

રાજકોટ, તા., ૬: હાલ રાજયભરમાં કોરોના સામેની વેકસીનેશનની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે એલઆઇસી કર્મચારીઓની સહકારી સંસ્થા શ્રી જીવીકો કર્મચારી કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી દ્વારા આજે મ્યુ.કોર્પો.ના સહયોગથી વેકસીનેશન કેમ્પ યોજાયો હતો. તેનો એલઆઇસી ઓફ ઇન્ડીયાના કર્મચારીઓ, અધિકારીઓ, એજન્ટો તેમના પરીવારના સભ્યો, શહેરીજનો સહીત એકસોથી વધુ લોકોએ લાભ લીધો હતો.

મહીલા કોલેજ અંડરબ્રીજ પાસે આવેલ એલઆઇસી ઓફ ઇન્ડીયાની વિભાગીય કચેરી કેમ્પસમાં આવેલ જીવીકો કર્મચારી કો.ઓપ. ક્રેડીટ સોસાયટીના કાર્યાલયમાં યોજાયેલ આ કેમ્પના શુભારંભ પ્રસંગે મ્યુ. કોર્પો.ના મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગભાઇ માંકડ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, એલઆઇસીના સીનીયર ડીવીઝનલ મેનેજર શ્રી જે.કે.અરોરા સાહેબ, માર્કેટીંગ મેનેજર શ્રી કે.ડી.બારાઇ સાહેબ, જીવીકો કર્મચારી કો. ઓપ. સોસાયટીના પ્રમુખ હરેશભાઇ દુધરેજીયા, વિકાસ અધિકારી અગ્રણીઓ પી.એસ.રાણા, પરાગભાઇ જોશી, ક્રેડીટ સોસાયટીના કમીટી ચેમ્બર્સ સહીત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

(4:00 pm IST)