Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

લોકડાઉનના ભણકારા વચ્ચે રાજકોટમાં પાન-બીડી-સોપારી લેવામાં લાંબી કતાર લાગી

મોટાભાગની ટોબેકો સેલ્સ એજન્સીમાં ગીર્દી : તમાકુ-સોપારી લેવા વ્યસનીઓ ઉમટી પડ્યા

રાજકોટ : ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન અને કરફ્યૂના નિર્દેશ આપતાંની સાથે જ ગુજરાતમાં લોકડાઉનના ભણકારા વાગી ગયા છે. રાજ્ય સરકાર લોકડાઉન લેવાશે કે નહીં તે અંગે કોઈ જાહેરાત કરે તે પહેલાં જ લોકોમાં લોકડાઉનનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વ્યસનીઓએ પાન-બીડીની દુકાને ઉમટી પડ્યા છે .. પાન --બીડી-સોપારી લેવામાં લાંબી કતાર લાગી છે મોટાભાગની ટોબેકો સેલ્સ એજન્સીમાં ગીર્દી  જામી છે અને તમાકુ-સોપારી લેવા વ્યસનીઓ ઉમટી પડ્યા છે આ તસ્વીરમાં જલજીત ગોકુલધામ મેઈન રોડની છે પરંતુ મોટાભાગની ટોબેકો સેલ્સ એજસનીમાં  ગીર્દી જોવા મળી હતી

(10:40 pm IST)