Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જુગારના બે દરોડામાં નવ પકડાયા

ક્રાઇમ બ્રાંચે પેડક રોડ બગીચા પાસેથી ત્રણ અને આજીડેમ પોલીસે ખારચીયા પાસેથી છ ને ઝડપી લીધા

રાજકોટ, તા.૬: શહેરના આડો પેડક રોડ બગીચા પાસેથી ક્રાંઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ત્રણ અને આજીડેમ પોલીસે ખારચીયા ગામ પાસેથી ૬ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ આડો પેડક રોડ પર બગીચા પાસે કેટલાય શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પી.આઇ.વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા તથા હેડ કોન્સ સિધ્ધરાજસિંહ તથા દિપકભાઇ ડા૦ગર સહિતના સ્ટાફે દરોડો પાડી બગીચાના ખુણા પાસે તીનપતિનો જુગાર રમતા ભગીરથ સોસાયટીના રાજેશ સામતભાઇ મેણીયા (ઉ.વ.૩૯), મોરબી રોડ ભગવતી હોલ પાછળ રહેતા નવનીત રામજીભાઇ વરૂ (ઉ.વ.૩૨) અને કુવાડવા રોડ સીધ્ધી વિનાયક સોસાયટીના જશપાલ રમેશભાઇ ડોડીયા (ઉ.વ.૩૨)ને પકડી લઇ રૂ.૨૨,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ.વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડકોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, કોશેન્દ્રસિંહ નેમડા, કુલદીપસિંહ જાડેજા, જયપાલભાઇ તથા ઉમેદભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ખારચીયા ગામ પાસે દરોડો પાડી ખરાબામાં બાવળના ઝાડ નીચે તીનપતીનો જુગાર રમતા ખારચીયા ગામના વિઠ્ઠલ ધરમશીભાઇ પરમાર, ભુપગઢના જયરાજ મોહનભાઇ વાઢેર, ઉમરાળી ગામના નારણ કચરાભાઇ જળુ, મકનપર ગામના દેવાયત જશાભાઇ આગરીયા, તીરૂપતી સોસાયટીના દીલીપ ગોરધનભાઇ પરસાણા, સરધારના વિજય પરશુરામભાઇ દાણીધારીયાને પકડી રૂ.૧૫,૨૦૦/ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(3:00 pm IST)