Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મુંબઇની સંસ્થા દ્વારા ૪૪૦૦ ડ્રાયફ્રૂટ પેકેટ યુનિ.ના કન્વેશન સેન્ટર-સમરસ-કેન્સર-સીવીલમાં દર્દી-સ્ટાફને અપાયા

રાજકોટના શાલીભદ્ર સ્થાનકવાડી જૈન સંઘનો સહકાર : ૧૦૮ના સ્ટાફને ૧૬૪ પેકેટનું વિતરણ

રાજકોટ, તા. ૬ :  રાજકોટમાં કોરોના સામે દર્દીઓ-ડોકટરો અને અન્ય મેડીકલ સ્ટાફ માટે અનેક સંસ્થાઓ જંગ લડી રહી છે. આવી જ એક મુંબઇના લાખનની સંસ્થા કવેસ્ટ ફાઉન્ડેશન અને રાજકોટના શ્રી શાલીભદ્ર સ્થાનકવાસી જૈન સંઘના સંયુકત ઉપક્રમે રાજકોટમાં સરકારી તમામ હોસ્પિટલમાં દર્દીઓ-સ્ટાફને ૪૪૦૦ ડ્રાયફ્રૂટ પેકેટનું વિતરણ કરાયું હતું. એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે રાજકોટના જેપી સંઘના  બીનાબેન અજયભાઇ શેઠ અને મુંબઇની સંસ્થા દ્વારા ગઇકાલે યુનિ.ના કન્વેશન સેન્ટરમાં પપ૦, કેન્સર કોવીડમાં-પર૦, સમરસમાં -૧ર૦૦, સિવિલમાં ર હજાર તથા ૧૬૪ પેકેટ ૧૦૮ના સ્ટાફને અપાયા હતા તમામ દર્દીઓ-ડોકટરો-નર્સ-અન્ય તમામ સ્ટાફે આભાર વ્યકત કર્યો હતો.

(3:08 pm IST)