Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટની ચાર કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકી : ફાયર બ્રિગેડની ટીમે ૮ દર્દીનો જીવ બચાવ્યો : મોકડ્રીલ

રાજકોટ : જામનગર રોડ નાગેશ્વર રોડ પર આવેલી યુનિ કેર હોસ્પિટલમાં આગ લાગી હોવાની કંચનબેન નામની મહિલાએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ ઇમરજન્સી વોર્ડમાં કચરમાં લાગેલી આગ બુજવી હતી. તથા વિદ્યાનગર મેઇન રોડ આવેલી ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ આગ લાગી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા એ ડીવીઝન પોલીસ સ્ટાફે તાકીદે સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડ સ્ટાફે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલી આગને બુઝાવી હતી અને પાંચ દર્દીઓને તથા કર્મચારીઓને તેમજ અન્ય લોકોને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. તેમજ નાના મવા રોડ પર પ્રાઇમ કોવીડ હોસ્પિટલમાં પણ આગ લાગી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલી આગને બુઝાવી બે ઇજાગ્રસ્તને બહાર કાઢી અમ્બ્યુલન્સના મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ ૮૦ ફૂટ રોડ પર આવેલી ગાયત્રી હોસ્પિટલમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી એક વ્યકિતમને ઇજા થતા તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડાયો હતો. આ ચારેય હોસ્પિટલમાં મોકડ્રી યોજવાામં આવી હોવાનું જાણવા મળતા હોસ્પિટલ સ્ટાફ તથા દર્દીઓ અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હોસ્પિટલમાં આવી ઘટના બને ત્યારે તકેદારીના ભાગરૂપે કયા પ્રકારના પગલા લઇ શકાય તે અંતર્ગત આ મોકડ્રીલનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

(3:49 pm IST)