Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સિવીલમાં મોટા ભાગના દર્દી સિરીયસ છેઃ ૧રપથી વધુ વેન્ટીલેટર ઉપર છેઃ કલેકટરનો નિર્દેશ...

ઓકસીજન પુરતો આવે છેઃ રેમેડેસિવીયર ઇન્જેકશન પણ અપાય જ છે... : ૩૮ ખાનગી હોસ્પિટલને અગાઉ ૧૦૩ વેન્ટીલેટર લોન ઉપર અપાયા છે

રાજકોટ તા. ૬: કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યું હતું કે, સરકારી-ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટરનો કોઇ પ્રોબ્લેમ નથી અને પૂરતા અવેલેબેલ છે.

સીવીલમાં દર્દીઓ અંગે તેમણે જણાવેલ કે સિવીલમાં જે દર્દીઓ છે, તેમાંથી મોટા ભાગના સિરિયસ છે, ૧રપ કે તેથી વધુ વેન્ટીલેટર ઉપર છે, આનું કારણ એ છે કે આ ગંભીર દર્દીઓ એવા છે કે બધેથી ટ્રીટમેન્ટ લેતા લેતા આવ્યા હોય છે, અને પછી સ્થિતિ ગંભીર થાય એટલે સિવીલમાં દાખલ થાય છે.

તેમણે જણાવેલ કે અગાઉ ભૂતકાળમાં બેલના-૮૧, ધમણના-૧૭ અને અગવા કંપનીના પ મળી કુલ ૩૮ ખાનગી હોસ્પીટલને ૧૦૩ વેન્ટીલેટર દર્દીઓની સ્થિતિ ગંભીર જાણી લોન ઉપર અપાયા છે, લોકોની સ્થિતિ ઇમરજન્સીમાં હતી ત્યારે મોટાભાગના વેન્ટીલેટર અપાયા હતા. કલેકટરે જણાવેલ કે શહેર-જીલ્લામાં ઓકસ.ીજન પુરતો છે, રેમેડેસિવીયર ઇન્જેકશન પણ દર્દીઓને હોસ્પિટલોને ખાત્રી કરી અપાય છે.

તેમણે ઉમેર્યું હતું કે ચૌધરી હાઇસ્કુલ ખાતે તથા રેમેડેસિવીયર ઇન્જેકશનમાં લાઇનો ઘટી છે, આંખનો રોગ થાય છે, તેમાં પણ સિવીલ સમરસમાં ઇએનટી સ્પેશ્યાલીસ્ટ સારવાર આપી રહ્યા છે.

કુંદન હોસ્પીટલની ઘટના અને તેની તપાસ અંગે તેમણે જણાવેલ કે તે ઘટનાની તપાસ ચાલુ છે, હજુ રીપોર્ટ આવ્યો નથી, હાલ કોરોના દર્દી ઇન્જેકશન-ઓકસીજન વિગેરેમાં સ્ટાફ-અધિકારીઓ રોકાયેલા છે, પરંતુ રીપોર્ટ આમ છતાં ૮ થી ૧૦ દિવસમાં આવી જશે.

(3:57 pm IST)