Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજકોટમાં અનરાધાર અઢી ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ : ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી

શહેરના 150 ફૂટ રિંગરોડ, મહુડી રોડ, રૈયા રોડ, આજ્ઞિક રોડ, ઢેબર રોડ, કેનાલ રોડ સહિત વિસ્તાર પાણી પાણી : મવડી બ્રિજ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

રાજકોટ : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જયાં અઢી ઈંચ વરસાદમાં પ્રિ-મોન્સુન પ્લાન પાછળ ખર્ચાતા કરોડો રૂપિયાની પોલ ખુલી પડી હતી. પ્રિ-મોન્સુન પ્લાનનો સત્યાનાશ થતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

 . શહેરના 150 ફૂટ રિંગરોડ, મહુડી રોડ, રૈયા રોડ, આજ્ઞિક રોડ, ઢેબર રોડ, કેનાલ રોડ સહિત વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા હતા. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મવડી બ્રિજ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મનપાના પાપે વરસાદી માહોલમાં શહેરીજનો પરેશાન થયા હતા.

(8:58 pm IST)