Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

૯મીએ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોનું મહાસંમેલન યોજાશે

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં સંમેલન યોજાશેઃ સુરેન્દ્રનગર-કચ્છ ખાતે મીટીંગો યોજાઇ : સંમેલનને સફળ બનાવવા તડામાર તૈયારી

રાજકોટ, તા. ૬ : આગામી તા.૯ જુલાઈના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિ૨ બી.એ.પી.એસ. હોલ, કાલાવડ રોડ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના વકીલમિત્રોનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં વકીલોના મહાસંમેલનને લઈ સુરેન્દ્રનગર અને કચ્છમાં બેઠકોનો દોર શરૃ છે. વિવિધ જિલ્લામાં પ્રદેશ લીગલ સેલના નવનિયુકત સહસંયોજક સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈનું જાજરમાન અભિવાદન થઈ રહ્યું છે. કાર્યક્રમને લઈ ઠેર ઠેર વકીલોનું બહોળું સમર્થન મળી રહ્યું છે.

અનિલભાઈ દેસાઈએ કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ તેમજ મોરબીનો પ્રવાસ કરી સૌ વકીલોનો  સંપર્ક કર્યો હતો. શ્રી દેસાઈએ વકીલોની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જેમ આઝાદી ની લડતમાં સમગ્ર દેશમાં તમામ રાજ્યોમાં વકીલો અગ્રેસર રહ્યા હતા તેવી જ રીતે ગુજરાતમાં ભારતીય જનસંઘના, ભાજપના અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વિકાસના પ્રાથમિક તબક્કામાં  વકીલોનું મહત્વનું યોગદાન રહ્યું છે. કચ્છમાં અનેક સિનિયર ધારાશાસ્ત્રીઓનું યોગદાન રહ્યું છે.

આગામી સમયમાં કાયદાકીય માર્ગદર્શન માટે અભ્યાસ વર્ગ, સેમિનાર, કોન્ફરન્સ અને ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવે તે દિશામાં આયોજન કરવામાં આવશે.

આ તરફ રાજકોટથી ધારાશાસ્ત્રી કમલેશભાઈ ડોડીયા, આબીદભાઈ સોસન, તરૃણભાઈ માથુ૨, વિજયભાઈ પટગી૨ દ્વારા સુરેન્દ્રનગ૨ જિલ્લાનો પ્રવાસ કરી ચોટીલા, લીંબડી, વઢવાણ, મૂળી વગેરે ગામે ત્યાંના વકીલો સાથે બેઠક કરવામાં આવેલ.

(3:26 pm IST)