Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગોંડલમાં બે માસ પુર્વેની હત્‍યાની કોશીષના ગુન્‍હામાં વોન્‍ટેડ રમણીક પરમાર પકડાયો

રૂપીયા દેવાની ના પાડતા જીવલેણ હુમલો કર્યો'તોઃ રૂરલ એલસીબીએ દબોચી લીધો : બનાવ સમયે રખડતું ભટકતું જીવન જીવતા આરોપીનું ફકત નામ જ પોલીસને મળ્‍યું'તું : બે માસ બાદ અંતે ઝડપી લેવાયેલ

રાજકોટ, તા., ૬: ગોંડલ શહેરમાં માંડવી ચોકમાં બે માસ પહેલા બનેલ ખુનની કોશીષના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

ગત તા.૬-પ ના રોજ પરેશભાઇ છગનભાઇ દુધરેજીયા ઉ.વ.૪૦ રહે. ફુટપાથ ઉપર માંડવી ચોક ગોંડલવાળાએ રૂપીયા આપવાની ના પાડતા આરોપી રમણીક પરમારએ ગાળો આપી પેન્‍ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીનું મોઢુ દબાવી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના ગળાના ભાગે છરીનો ઘસરકો કરી ગળાના ભાગે ગંભીર જીવલેણ ઇજા કરેલનો બનાવ બનેલ જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન મથકમાં ગુન્‍હો નોંધાયો હતો.

,પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરએ સદરહું આરોપીને પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય આ ગુન્‍હામાં આરોપીનું નામ ફકત રમણીક પરમાર હોય જેનું આખુ નામ સરનામું મળેલ ન હોય અને આરોપીનું જીવન રખડતુ ભટકતું હોય જેથી આ આરોપીની ઓળખ કરવી મુશ્‍કેલ હોય જેથી બનાવ પહેલાના આજુબાજુ વિસ્‍તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ અને રખડતુ ભટકતું જીવન જીવતા અને ભીક્ષાવૃતી કરતા ઇસમોને પુછપરછ કરેલ તેમજ સીસીટીવી ફુટેજ દ્વારા મળેલ  આરોપીના ફોટોગ્રાફ અંગે હ્યુમન રીસોર્સથી માહીતી એકઠી કરી એલસીબીના પોલીસ ઇન્‍સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્‍સ. એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી શાખાના પો.હેડ કોન્‍સ. મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બહોરા તથા પો.કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ ને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોક્‍સ બાતમી આધારે ઉપરોકત ગુન્‍હાના નાસતા ફરતા આરોપી રમણીક ઉર્ફે ટીનો નાથાભાઇ પરમાર ઉ.વ.ર૬ નાનડીયા દલીતવાસ માણાવદર જી.જુનાગઢને ગોંડલમાંથી દબોચી લેવાયો હતો.

પકડાયેલ આરોપી અગાઉ માાવદર પો.સ્‍ટે.માં મારામારીના તથા પ્રોહી.ના કેસમાં પકડાયેલ છે.

(3:30 pm IST)