Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેશભકિત, એકતા, નિર્ભિકતાની મિશાલ સમાન ડો.શ્‍યામાપ્રસાદજી ભારતમાતાના ક્રાંતિકારી સપૂતઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૬: ભારતની સાંસ્‍કળતિક વિરાસતના જતન સાથે આધુનિકતા સંસાધનો શોધખોળો સાથે પ્રગતિ વિકાસના સ્‍વપ્‍નદ્રષ્ટા, ભાજપના સ્‍થાપક અને પ્રેરણાષાોત તેમજ કાશ્‍મીર સહિત સમગ્ર રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીને તેમના અવતરણ દિવસ નિમિત્તે સૌરાષ્‍ટ્ર ભાજપ  પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે શત શત નમનસહ કહ્યું છે કે, દેશભક્‍ત અને રાષ્‍ટ્રવાદી ડોક્‍ટર શ્‍યામાપ્રસાદજીનું  આદર્શ જીવન ભારતના લાખો કરોડો લોકોને પ્રેરણા આપે છે, તેઓ ભાજપના કરોડો કાર્યકર્તાઓના પથદર્શક છે.

ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીએ પોતાનું સંપૂર્ણ જીવન ભારતની એકતા, અખંડિતતા અને શ્રેષ્ઠતા માટે સમર્પિત કર્યું હતું. તેમણે એક વિદ્વાન દેશભકત અને બુદ્ધિજીવી રાષ્‍ટ્રવાદી તરીકે પોતાની અલગ ઓળખ બનાવી હતી.ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘના સંસ્‍થાપક સભ્‍યોમાં મુખ્‍ય હતા. જમ્‍મુ-કાશ્‍મીરમાં લગાવવામાં આવેલા અનુચ્‍છેદ-૩૭૦ સામે મુખ્‍ય રીતે અવાજ ઉઠાવનારા લોકોમાંડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીનું નામ સૌથી પહેલા હતું.

 જનસંઘ (આજના ભાજપ)ના સ્‍થાપક ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી એક પ્રખર શિક્ષણવિદ, નિર્ભય રાષ્‍ટ્રનાયક, સ્‍પષ્ટ વક્‍તા અને ખરા અર્થમાં ભારતમાતાના સપૂત હતા. દેશના આંગળીના વેઢે ગણી શકાય એટલા સક્ષમ, બાહોશ અને મહાન વિચક્ષણ નેતાઓમાંના તેઓ એક હતા. જમ્‍મુ-કાશ્‍મીર, પંજાબ અને પヘમિ બંગાળને ભારતમાં જોડી રાખવા માટે તેઓએ અમુલ્‍ય યોગદાન આપ્‍યું હતું એટલું જ નહીં, પાકિસ્‍તાનમાં હિન્‍દુ નરસંહારના મુદ્દે જવાહરલાલ નહેરૂ સાથે ગંભીર મતભેદ થતાં તેમણે કેન્‍દ્રના મંત્રીપદને ઠોકર મારી દીધી હતી અને આર.એસ.એસ.ના દ્વિતીય સરસંઘચાલક પરમ આદરણીય  માધવરાવ સદાશિવરાવજી ગોળવાલકર-શ્રી ગુરૂજીના પૂર્ણ સાથ-સહકારથી જનસંઘની સ્‍થાપના કરી હતી.

ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીનો જન્‍મ પ?મિ બંગાળના કોલકાતામાં ૬ જુલાઈ ૧૯૦૧ના દિવસેમહાન શિક્ષણશાષાી-ન્‍યાયાધીશ શ્રી આશુતોષ મુખર્જીના પરિવારમાં થયો હતો. વર્ષ ૧૯૫૩માં ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી કોંગ્રેસ-શેખ અબ્‍દુલ્લા સરકારની  અન્‍યાયકારી નીતિનો લોકતાંત્રિક પદ્ધતિએ વિરોધ કરવા પરવાનગી વગર જમ્‍મુ-કાશ્‍મીરના પ્રવાસે નીકળ્‍યા હતા, જ્‍યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્‍યારે ૨૪ જૂન૧૯૫૩ ના દિવસે જેલમાં જ તેમનું શંકાસ્‍પદ નિધન થયું હતું.

ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી ૩૩ વર્ષની ઉંમરે અંગ્રેજોના શાસનમાં પણ પોતાની મેધાવી તેજસ્‍વીતાના કારણે કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસ માં અભૂતપૂર્વ રીતે  કુલપતિ બન્‍યા હતા અને શિક્ષણક્ષેત્રે અનન્‍ય પ્રદાન કર્યું હતું.

રાજકીય કારકિર્દીનાં થોડા જ વર્ષમાં ડો. મુખર્જીએ અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. રાષ્‍ટ્રનાયક સરદાર પટેલનાં આગ્રહને માન આપી ભારતનું બંધારણ ઘડવામાં પણ તેમણે સંનિષ્‍ઠ સહયોગ આપ્‍યો હતો. સ્‍વતંત્ર ભારતનાં પ્રથમ પ્રધાનમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે વરણી પામ્‍યા, અને મહાન શિક્ષણશાષાી હોવા છતાં તેમને શિક્ષણમંત્રી બનાવવાના બદલે ઉદ્યોગમંત્રી બનાવવા ના વડાપ્રધાન પ.નહેરૂના તેજોદ્વેશી   નિર્ણય  છતાં રાષ્‍ટ્ર ને માટે પદને અનુરૂપ સફળ કામગીરી પણ કરી. પરંતુ, એ સમયગાળામાં પાકિસ્‍તાનમાં અલ્‍પસંખ્‍યક હિંદુઓનાં નરસંહારનાં મુદ્દે વડાપ્રધાન પ. નહેરૂ   સાથે ગંભીર મતભેદ થતાં ડો.શ્‍યામાપ્રસાદજીએ રાષ્‍ટ્રના હિત માટે મંત્રીપદ ઠુકરાવી દીધું હતું. એ પછી આરએસએસના દ્વિતીય સરસંઘચાલક પરમપૂજ્‍ય શ્રી ગુરૂજીની પ્રેરણાથી ડો.મુખર્જીએ ભારતીય જનસંઘની સ્‍થાપના કરી, જેના ફળસ્‍વરૂપ કાળક્રમે આજનો ભારતીય જનતા પક્ષ અસ્‍તિત્‍વમાં આવ્‍યો.

તેમ ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીના જન્‍મદિવસ નિમિતે તેમની દેશસેવા, રાષ્‍ટ્રપ્રેમ અને દેશની એકતા અને અખંડિતા માટે કરેલા સમર્પણ અને બલિદાનને ભાવપૂર્વક યાદ કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે.

(3:39 pm IST)