Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મવડીમાં વધુ ૩ ટીપી સ્‍કીમો બનાવાશે : ટીપી ૩૪, ૩૫, ૩૬ માટે તજવીજ

વર્ષો અગાઉ તત્‍કાલિન કમિશનર મુકેશકુમારે ટી.પી. ૨૬, ૨૭, ૨૮ બનાવી હતી

રાજકોટ તા. ૬ : શહેરના મવડી વિસ્‍તારમાં વધુ ત્રણ ડ્રાફટ ટીપી સ્‍કીમોનો ઇરાદો જાહેર કરવા મનપા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

શહેરના વિવિધ વિસ્‍તારોમાં વિકાસને વેગવંતો બનાવવા અલગ અલગ ટી.પી. સ્‍કીમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે આગામી સમયમાં મવડી વિસ્‍તારમાં ટી.પી. સ્‍કીમ નં. ૩૪, ૩૫ અને ૩૬નો ઇરાદો જાહેર કરાશે. વર્ષો અગાઉ તત્‍કાલિન કમિશનર મુકેશકુમારે ટી.પી. ૨૬, ૨૭, ૨૮ બનાવી હતી. તે વિસ્‍તારો આજે વિકાસકામોથી ઝળહળી રહ્યા છે. જોગાનુજોગ છે કે હાલ મુકેશકુમાર શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ છે.

આ નવી ટી.પી. સ્‍કીમ બનાવવાથી વિસ્‍તારમાં રોડ - રસ્‍તા સહિતની સુવિધાનો લાભ વિસ્‍તારવાસીઓને મળવા પાત્ર થશે. ટી.પી. સ્‍કીમ જાહેર થવાથી તંત્રને જાહેર હેતુ માટેની જમીન, બાગ-બગીચા તેમજ એસીડબલ્‍યુએસએચ માટેની જમીન તેમજ વેચાણ હેતુ માટેના પ્‍લોટો પ્રાપ્‍ત થશે.

(3:40 pm IST)